બાગાયતી ખેડૂતો માટે  60 થીવધુ યોજનાઓ

Written By

SarkariMahiti.Com

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક  બમણી કરવા  ભારત સરકાર અને  ગુજરાત સરકારની વિવિધ  ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં  મુકવામાં આવેલ છે

60 થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ

આઈ ખેડૂત  પોર્ટલ  પર  ઉપલબ્ધ

બાગાયતી યોજનાનો  લાભ લેવા  માટેની પાત્રતા

1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર  હોવો જોઈએ. 2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.. 3. ખેડૂતે આ યોજનાનો લાભ  મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

1. અરજદાર ખેડૂતની 7/12 ની જમીનની નકલ 2. અરજદારનો આધારકાર્ડ 3. બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ 4. જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ 5. જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ 6. અરજદારના રેશનકાર્ડની નકલ 7. જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ 8. જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ ) 9. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક 10. અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ) 11. અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ) 12. અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર

ઓનલાઈન કરવાની પ્રક્રિયા

– સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે. – જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે. – આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

અરજદારે  12/07/2022 થી 31/07/2022  સુધીમાં ઓનલાઇન  આઇ ખેડુત પોર્ટલ  પર અરજી  કરવાની રહેશે.