રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office Jamnagar દ્વારા બનાવેલ Youtube Video અને લખાણ નીચે મુજબ આપેલી છે.
– સૌપ્રથમ Google માં “Anubandham Portal” ટાઈપ કરવું. – ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું. – જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે. – ત્યારબાદ ઉમેદવારે પોતાની Email Id અથવા Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
– OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે. – ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે,
જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે. – ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.
– મોબાઈલ નંબર – Email Id – પાસપોર્ટ સાઈઝનો ફોટો – આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક – લાયકાતની માર્કશીટ – અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર