update ApplyOnline Trending

Mera Bil mera Adhikar : GST વાળુ બીલ અપલોડ કરવા પર સરકાર આપી રહિ છે રૂ. 1 કરોડ સુધીના ઇનામ, કરવુ પડશે માત્ર આ કામ…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

મેરા બિલ મેરા અધીકાર: Mera Bil mera Adhikar: આપણે કોઇને કોઇ વસ્તુ ખરીદતા હોઇએ છીએ. આપણે ખરીદેલી કોઇપણ વસ્તુ કે સેવા પર GST ટેક્ષ લાગતો હોય છે.લોકો GST વાલુ બીલ લેવા માટે પ્રેરાય તે માટે સરકારે નવી સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત સરકાર GST વાળુ બીલ અપલોડ કરવા પર રૂ.1 કરોડ સુધીના ઈનામ આપવાની યોજના લાવી રહિ છે. ચાલો જાણીએ આ યોજના વિગતે.

મેરા બિલ મેરા અધીકાર

કેન્દ્ર સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારીઓમાં GST બિલ આપવાની સીસ્ટમ એ પ્રોત્સાહન મળે તે માટે ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી છે. ગુરુવારે આ યોજનાની જાહેરાત કરતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું કે આના દ્વારા દર ત્રિમાસિક ગાળામાં 1-1 કરોડના બે બમ્પર ઇનામ આપવામાં આવનાર છે. તે જ સમયે, 10-10 હજારથી લઈને 10-10 લાખ રૂપિયા સુધીના અન્ય પણ ઘણા બધા ઈનામો પણ ભાગ લેનારાઓને આપવામાં આવનાર છે. આ યોજના 1 સપ્ટેમ્બર, 2023 થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે.

રૂ.1 કરોડ સુધીના ઈનામો

10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીના ઈનામ આપવામા આવશે.

આ વિશેષ યોજના વિશે માહિતી આપતા નાણાં મંત્રાલયે કહ્યું છે કે જે લોકો દર મહિને આ માટે નિયત કરેલી એપ. મા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલ અપલોડ કરશે તેમાંથી 800 લોકોને 10,000 રૂપિયાના ઈનામ આપવામાં આવનાર છે. આવા 10 ભાગ્યશાળી લોકો હશે જેમને દરેકને 10 લાખ રૂપિયાના ઈનામ પણ આપવામાં આવશે. બીજી તરફ, બમ્પર ઇનામ વિશે વાત કરીએ તો, તે ત્રિમાસિક ધોરણે ડ્રો કરવામાં આવનાર છે. આ બમ્પર પુરસ્કારનો લાભ ક્વાર્ટરમાં અપલોડ કરાયેલ કોઈપણ બિલના પાર્ટીસીપેટને મળી શકે છે.

કોને મળશે લાભ ?

‘મેરા બીલ મેરા અધિકાર’ યોજના ખાસ કરીને ગ્રાહકોને GST બિલ અથવા ઇન્વૉઇસ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. જો વધુને વધુ GST ઇન્વૉઇસ જનરેટ થશે, તો બિઝનેસમેન ટેક્સ ચૂકવવામાંથી બચી શકશે નહીં. તેનાથી સરકારની આવકમાં પણ વધારો થશે. અને કરચોરી પણ બચશે.

આ યોજના હાલ નીચેના રાજયો માટે શરૂ કરવામા આવી છે.

  • આસામ,
  • ગુજરાત,
  • હરિયાણા
  • પુડુચેરી,
  • દાદરા નગર હવેલી
  • દમણ
  • દીવ

‘માય બિલ મેરા અધિકાર’ યોજનાના લાભો મેળવવા માટે, અપલોડ કરેલા ઇન્વૉઇસમાં GSTIN (GSTIN) ઇન્વૉઇસ નંબર, ચૂકવેલ રકમ, ટેક્સની રકમ, ઇન્વૉઇસની તારીખ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું નામ દાખલ કરવું જરૂરી છે.

શા માટે આ યોજના લાવવામા આવી ?
સરકારનો આ યોજના લાવવા પાછળનો ખાસ હેતુ છે. સરકારી ‘મેરા બિલ મેરા અધીકાર’ સ્કીમને એટલા માટે લઈને આવી છે, જેથી વધારેમાં વધારે લોકો જીએસટી બિલ લેવા માટે પ્રેરિત થાય. જેથી દુકાનદાર અને ગ્રાહક બધા જીએસટી બિલ આપવા અને લેવા માટે પ્રોત્સાહિત થાય.. વધારેમાં વધારે જીએસટી બિલ જનરેટ થાય અને બીઝનેશમા ટેક્સ ચોરી ન કરી શકે. તેનાથી સરકારી આવકમાં પણ વધારો થશે.

Mera Bil mera Adhikar App Features, Mera Bil mera Adhikar,મેરા બિલ મેરા અધીકાર

દર મહિને, લક્કી ડ્રોની પ્રક્રિયા દ્વારા વિજેતા નક્કી કરવામા આવશે.અને GST બીલ અપલોડ કરનારને આકર્ષક ઇનામ જીતવાની તક મળી શકે છે. વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવેલા બીલની સંખ્યા જેટલી વધારે છે, જીતવાની તક એટલી જ વધારે રહેશે. વધુમાં, UPI અથવા RuPay કાર્ડ જેવા ચુકવણીના ડિજિટલ મોડ દ્વારા ચૂકવવામાં આવેલા કેટલાક લક્કી ડ્રો મા વિજેતા ને પણ ઉચ્ચ ઇનામ જીતવાની તક છે.
આ મોબાઇલ એપ્લિકેશન મુખ્ય ઇન્વોઇસ વિગતો જેમ કે GSTIN (જેને GST નંબર પણ કહેવાય છે), ઇન્વોઇસ નંબર અને તારીખ અને ગ્રાહકોને મદદ કરવા માટે ચૂકવવામાં આવેલી રકમ વાંચશે. જો જરૂરી હોય તો, અપલોડ કરતા પહેલા ગ્રાહકો દ્વારા સ્કેન કરેલ મૂલ્યો પણ સંપાદિત કરી શકાય છે. દરેક સફળતાપૂર્વક અપલોડ થયેલ અસલી B2C ઇન્વોઇસને એક અનન્ય રેફરન્સ નંબર પણ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓનલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp