ApplyOnline Trending Updates

Junior Cleark Final Selection List Declared :https://gpssb.gujarat.gov.in, વધુ માહિતી માટે અહીં જુઓ… 

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Junior Cleark Final Selection List Declared : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિઅર ક્લાર્ક ફાઇનલ સીલેકટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશનના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

Junior Cleark Final Selection List Declared :

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
જાહેરનામા ક્રમાંક૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) (વર્ગ-૩)
આર્ટિકલનું નામJunior Cleark Final Selection List Declared
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
સીલેક્સન લીસ્ટpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

જુનિઅર ક્લાર્ક ફાઇનલ સીલેકટ લીસ્ટ :


Junior Cleark Final Selection List Declared : પંચાયત વિભાગના તા-૨૭-૧૨-૨૦૨૧થી આપવામાં આવેલા માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ/કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે. આ સંવર્ગની મંડળની જાહેરાત અન્વયે યોજવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા બાદ મંડળ ધ્વારા આખરી કરવામાં આવેલી ફાઇનલ આન્સર કીને આધારે મંડળ ધ્વારા પ્રસિધ્ધ કરાયેલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ અને એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને તે પરત્વેના મંડળના નિર્ણય અનુસાર આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.


આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે અને ત્યાર બાદ જ સંબધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી જો કોઇ ઉમેદવાર સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો તે કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર ક્રમાંકઃ- એઓએ/૧૦૮૮/૩૯૪૦/ગ-ર તા ૦૮-૧૧-૧૯૮૯ની જોગવાઇ મુજબ ઉમેદવારે હાલના ફરજની કચેરીની સક્ષમ સત્તાધિકારીએ ઇસ્યુ કરેલ “ના વાંધા પ્રમાણપત્ર (NOC)” નિમણુંક સત્તાધિકારીને નિમણૂંક મેળવતા પૂર્વે રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.


આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા ૧૩-૦૮-૨૦૦૮ તેમજ તા ૧૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ- સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-પ થી નકકી કરેલ અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર બેઝીક જાણકારી અંગેના સરકારશ્રી ધ્વારા નિયત કરેલ કોર્ષના ઉલ્લેખ સાથેનું માન્ય પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પૂર્વે નિમણુંક સત્તાધિકારીને રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

જુનિઅર ક્લાર્ક ફાઇનલ સીલેકટ લીસ્ટ જાહેર :

Junior Cleark Final Selection List Declared : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવતથા ઠરાવ તા ૨૩-૦૨-૨૦૨૨ થી શારીરીક અશકત દિવ્યાંગ) ઉમેદવારો માટે જગાઓ અનામત રાખવા બાબતની કરવામાં આવેલ જોગવાઇ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના પરીપત્ર તથા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંડળને લખાયેલ પત્ર તા. ૨૬-૦૭-૨૦૨૩ ની જોગવાઇ ધ્યાને લઇ શારીરીક અશકતાદિવ્યાંગ) ઉમેદવારોને નિયત કેટેગરીમાં સમાવેશ કરી આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.
ક્રમ નંબર- ૪૨૧ તથા ૧૦૮૮ ઉપર દર્શાવેલ ઉમેદવારો સામે હાલમાં ફોજદારી કેસ પડતર હોઇ, નામદાર ફોજદારી અદાલતના આખરી ચુકાદાને આધીન સદર ઉમેદવારોનો સમાવેશ આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં કરવામાં આવેલ છે. પરંતુ સદર ઉમેદવારોને હાલમાં જિલ્લા ફાળવણી કરવામાં આવશે નહિ. પડતર ફોજદારી કેસ પરત્વે સદર નામદાર ફોજદારી અદાલતનો આખરી ચુકાદો આવે ત્યારબાદ સદર ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવા અંગે મંડળ ધ્વારા વિચારણા કરવામાં આવશે, તે શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.


સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૦/૨૦૧૮ના ઠરાવથી અનુસુચિત જનજાતિના ઉમેદવારોને જે તે સંવર્ગમાં નિમણુંક આપતા પહેલા તેઓના અનુસુચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષ્ણ સમિતિસક્ષમ સત્તાધિકારી ધ્વારા ખરાઇચકાસણી કરાયા બાદ જ નિમણુંક આપવાની રહેશે, તેવી જોગવાઇ હોઇ, સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જનજાતિના ઉમેદવારોના અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરાઇચકાસણીને આધીન મંડળ ધ્વારા આ ફાઇનલ સીલકેટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે. જેથી નિમણુંક સત્તાધિકારી ધ્વારા આ પ્રકારની ખરાઇચકાસણી કરાવ્યા બાદ જ અનુસુચિત જન જાતિના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.


સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના તા.૨૫/૦૨/૨૦૨૨ના પરીપત્રથી ઠરાવ્યા મુજબ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના ઉમેદવારોને નિમણૂંક આપતા પુર્વે તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ ચકાસણી નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવા માટેની કાર્યપધ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. જેથી આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC)ના તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઇચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર ખાતે કરાવી લેવાની રહેશે,ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ(SEBC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.


The Gujarat Scheduled Castes, Scheduled Tribes and Other Backward Classes (Regulation of Issuance and Verification of Certificates) Act,2018ની જોગવાઇ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રની ખરાઇચકાસણી કરવાની રહે છે. જે અન્વયે આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ અનુસુચિત જાતિ (SC) કેટેગરીના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા તેઓના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી સંબધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, બ્લોક નં.૪, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેથી કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ નિમણુંક સત્તાધિકારી ધ્વારા અનુસુચિત જાતિ (SC) વર્ગના ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.

સૂચનાઓ :

  • આ જાહેરાતના હેતુ માટે Person with Benchmark Disability (દિવ્યાંગ) ઉમેદવારો તથા માજી સૈનિક (Ex-Serviceman) ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum Qualifying Standard) મંડળ ધ્વારા 18,103/100 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.
  • આ જાહેરાતના હેતુ માટે દિવ્યાંગ ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો સિવાયના અન્ય કેટેગરી (General/EWS/SEBC/SC/ST)ના તમામ ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum qualifying standard) મંડળ ધ્વારા 36.206/100 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.
  • આ જાહેરાતના હેતુ માટેના આ ફાઇનલ સીલેકટ લીસ્ટના કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્કસ આ લીસ્ટના અંતમાં દર્શાવવામાં આવેલ છે.
  • આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણૂંક માટેનો કોઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ
  • હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણૂંક માટેનો દાવો કરી શકશે નહીં.
  • આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ નિયમ-૧૪ની જોગવાઇ અન્વયે મંડળ સમક્ષ રૂબરૂ બોલાવીને ઉમેદવારોને ઉમેદવારની સીલેકશન કેટેગરી પ્રમાણે રૂબરૂમાં (ઓન સ્ક્રીન) જિલ્લા ફાળવણી ઉમેદવારોનો ક્રમ આવે ત્યારે જે તે સીલેકશન કેટેગરીની ખાલી જગ્યા ઉપર મેરીટક્રમ આધારે કરવામાં આવશે.
  • આ પરત્વે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પત્રથી મંડળને મળેલ સુચના મુજબ પંચાયત સેવા વર્ગ-૩ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીના રાઉન્ડ પૂર્ણ થયા બાદ જિલ્લાઓ પાસેથી રીવાઇઝ માંગણાપત્રક મેળવ્યા બાદ સીધી ભરતી અંગેની જિલ્લા પસંદગીની કાર્યવાહી હાથ ધરવાની રહેતી હોઇ આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને જિલ્લા પસંદગી (ફાળવણી) કરવા અંગેની જાહેરાત અને કાર્યક્રમ પંચાયત વિભાગ પાસેથી રીવાઇઝડ માંગણા પત્રક મળ્યા બાદ મંડળ ધ્વારા હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • જિલ્લા ફાળવણી કાર્યક્રમની જાણ ઉમેદવારોને તેના રજીસ્ટર્ડ ઇ-મેઇલ ઉપર કરવામાં આવશે. જેથી દરેક ઉમેદવારે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in તેમજ પોતાના ઇ મેઇલ જોતા રહેવા જણાવવામાં આવે છે.
  • જે ઉમેદવાર જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં તેને ફાળવેલ તારીખ- સમયે ગેરહાજર (Absent) રહેશે, તે ઉમેદવારની ઉમેદવારી કાયમી પણે પરત ખેંચી લીધેલ હોવાનું ગણાશે અને આ બાબતનો કોઇ વાંધો કે વિરોધ મંડળ ધ્વારા ત્યારબાદ ધ્યાને લેવામાં આવશે નહીં તેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિંક્સ :

ફાઈનલ સેલેક્સન લીસ્ટઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp