Updates Trending

PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર 2022, આ રીતે ફટાફટ કરો ચેક

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 
 • PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર
 • ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે આપી જાણકારી

PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર થઈ ગયું છે. ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે ટ્વીટ કરી આ અંગે માહિતી આપી છે કે બોર્ડની વેબસાઇટ https://psirbgujarat2022 પર પ્રોવિઝનલ પરીણામ જોઇ શકાશે.

PSI ભરતીમાં 4311 ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપી હતી જે બાદ હવે પ્રોવિઝન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર 2022, આ રીતે ફટાફટ કરો ચેક
PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર 2022, આ રીતે ફટાફટ કરો ચેક

The PROVISIONAL result of PSI Recruitment Examination has been put up on the website.


પરિણામ જાણવા આ લિન્ક પર કરો ક્લિક https://psirbgujarat2022.in/

આ પણ વાંચો

PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર

 • ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ તા.૩૦/૦૮/૨૦૨૨ નારોજ દર્શાવવામાં આવેલ.જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
 • અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયેલ છે બાકીના ઉમેદવારોની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે. જેથી બાકી રહેલ ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.

કટઓફ ગુણ

(૧) બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UPSI)

Category MALE FEMALE Ex Service Man
GENERAL 322.00 280.50 257.60
EWS 317.50 272.50 254.00
SEBC 318.00 275.50 254.40
SC 325.75 260.75 260.60
ST 260.75 224.25 208.60

(૨) ઇન્ટેલીજન્સ ઓફિસર (IO)

Category MALE FEMALE Ex Service Man
GENERAL 316.25 275.50 253.00
EWS 317.41 272.00 253.93
SEBC 315.50 275.25 252.40
SC
ST 261.25 230.50 209.00

(૩) હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (APSI)

Category MALE FEMALE Ex Service Man
GENERAL 291.75 233.40
EWS 289.00 231.20
SEBC 285.45 228.36
SC 289.75 231.80
ST 252.75 202.20

(૪) બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર (UASI)

Category MALE FEMALE Ex Service Man
GENERAL 291.75 249.50 233.40
EWS 289.00 241.00 231.20
SEBC 285.00 241.75 228.00
SC 278.00 229.75 222.40
ST 225.75 197.00 180.60
 • ઉપરોકત જણાવેલ કટઓફ ગુણ આખરી નથી, તેમાં આંશીક ફેરફાર થવાની પુરેપુરી શકયતા છે જે તમામે ધ્યાને લેવુ.
 • પરંતુ ઉમેદવારોના સર્વાંગી હિત માટે આ તબકકે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ ભરતી બોર્ડ ધ્વારા કામચલાઉ અને હંગામી Repeat કામચલાઉ અને હંગામી પસંદગી યાદી બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.

ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા બાબત

 • પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો તથા કામચલાઉ અને હંગામી યાદીમાં માવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારી ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે.
 • પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા માટે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application ૫ર કલીક કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
 • ઉમેદવારો તા.૧૫.૧૦.ર૦રર ના સવાર કલાકઃ૧૧.૦૦ થી તા.૧૭/૧૦/૨૦૨૨ ના રાત્રી કલાકઃ ૨૩.૫૯ સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.

આ પણ વાંચો- ફ્રી માં Netflix, Hotstar, Amazon Primeનુ સબ્સ્ક્રિપશન 1 વર્ષ

PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર

 • આ કામચલાઉ અને હંગામી યાદીના Select Categoryના કોલમમાં (1) UPSI = બિન હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (UNARMED POLICE SUB INSPECTOR ) (2) IO= ઇન્‍ટેલીજન્‍સ ઓફિસર (INTELLIGENCE OFFICER) (3) APSI= હથિયારી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (ARMED POLICE SUB INSPECTOR ) (4) UASI= બિન હથિયારી મદદનીશ સબ ઇન્‍સ્‍પેકટર (UNARMED ASSISTANT SUB INSPECTOR) જે ધ્યાને લેવુ.
 • આ કામચલાઉ અને હંગામી યાદી તૈયાર કરવામાં જો કોઇ બે ઉમેદવારોના સરખા ગુણ હોય તો જે ઉમેદવારની ઉંમર વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.
 • ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.
 • આ કામચલાઉ અને હંગામી યાદી અંગે કોઇ રજુઆત હોય તો ઉમેદવાર તા.૧૭.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૩, સરિતા ઉદ્યાન નજીક, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી અને તારીખ વિતી ગયા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
 • 4311 ઉમેદવારોએ આપી હતી મુખ્ય પરીક્ષા.
 • ગુજરાતના કુલ 312 પરીક્ષા કેન્દ્રો પર 88,880 ઉમેદવારોએ PSIની પ્રિલિમનરી પરીક્ષા આપી હતી અને મુખ્ય પરીક્ષા માટે કુલ 4311 ઉમેદવાર ક્વૉલિફાય થયા હતા. જેમાં 2939 પુરુષ ઉમેદવાર હતા તથા EWS કેટેગરીમાં 295 પુરુષ ઉમેદવાર, SC કેટેગરીમાં 160 પુરુષ ઉમેદવાર અને ST કેટેગરીમાં 420 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા હતા, જ્યારે SEBC કેટેગરીમાં 778 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા હતા.

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર 2022, આ રીતે ફટાફટ કરો ચેક

પરિણામ જાણવા આ લિન્ક પર કરો ક્લિક https://psirbgujarat2022.in/

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp