Updates Trending

વડાપ્રધાન મોદીએ 5G સેવા કરી લોન્ચ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

વડાપ્રધાન મોદીએ 5G સેવા કરી લોન્ચ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. 5Gની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ થશે અને તે માત્ર ઈન્ટરનેટ સ્પીડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઓટોમેશનને પણ નવા તબક્કામાં લઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે ભારતમાં ઈન્ડિયા મોબાઈલ (IMC 2022) કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદી દેશમાં 5જી સેવા (5G Services ) પણ શરૂ કરી છે. 5Gની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા ઉપલબ્ધ થશે અને તે માત્ર ઈન્ટરનેટ સ્પીડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઓટોમેશનને પણ નવા તબક્કામાં લઈ જશે. ભારતીય ટેલિકોમ ઉદ્યોગના બે મોટા દિગ્ગજોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષે તેમની 5G સેવા શરૂ કરશે. આ ટેક્નોલોજી મુખ્યત્વે બે મોડ પર આધારિત હશે, જે સ્ટેન્ડઅલોન અને નોન-સ્ટેન્ડઅલોન છે. આવો આજે તમને 5G ટેક્નોલોજી વિશે જણાવીએ.

વડાપ્રધાન મોદીએ 5G સેવા કરી લોન્ચ

હવે તમને મળશે જબરદસ્ત ઇન્ટરનેટ સ્પીડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 5જી સેવા શરૂ કરી છે. આ ટેક્નોલોજીના કારણે યુઝર્સને વધુ સારી મજબૂત ઈન્ટરનેટ સ્પીડ મળશે અને હવે લોકોને સ્લો ઈન્ટરનેટ અને બફરિંગ વીડિયોથી મુક્તિ મળશે.

આ પણ વાંચો : નવરાત્રીમાં ખેડૂતોને સરકાર આપશે 2000 રુપિયા

વડાપ્રધાન મોદીએ 5G સેવા કરી લોન્ચ

આ શહેરોને સૌથી પહેલા 5G સેવાનો લાભ મળશે

  • ભારતના 13 શહેરોને સૌથી પહેલા 5G ટેક્નોલોજીની ભેટ મળશે. તેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોના નામ સામેલ છે.
  • Jio પહેલા જ જણાવી ચૂક્યું છે કે દિવાળી પહેલા 5G ટેક્નોલોજી દસ્તક આપશે.
  • મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં કહ્યું છે કે Jio 5G દિવાળી સુધીમાં દિલ્હી અને અન્ય મેટ્રો સ્ટેશનો પર લોન્ચ થઈ શકે છે.

Jio, Airtel અને Vi 

  • Jio એ 5G નો ડેમો શરૂ કર્યો છે અને જણાવ્યું છે કે કેવી રીતે ઓગમેન્ટેડ રિયાલિટી કામ કરશે.
  • જેમાં વડાપ્રધાને(PM Narendra Modi) રિયાલિટી હેન્ડસેટ પહેર્યું હતું અને મુકેશ અંબાણીના પુત્રએ તેમને આ ટેક્નોલોજી વિશે જણાવ્યું હતું.
  • આપને જણાવી દઈએ કે Jio, Airtel અને Vi મળીને વડાપ્રધાનને 5G ટેક્નોલોજીના નવા આયામો વિશે જણાવી રહ્યા છે. વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર છે.
  • PM મોદીને આપવામાં આવેલા ડેમોમાં વોડાફોન દ્વારા કહેવામાં આવ્યું હતું કે 5G સેવાથી પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય અને સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર પણ નહીં થાય.

PM એ WEB 3.0 ચશ્મા પહેર્યા

  • Web 3 ને તમે નેકસ્ટ જનરેશન ઈન્ટરનેટ માની શકો છો. 2014 માં Web 3 ની ચર્ચા શરૂ થઈ. હકીકતમાં ઈથીરિયમને કો-ફાઉન્ટર ગેવિન વૂડએ 2014 માં Web 3 નો કનસેપ્ટ રાખ્યો.
  • Web 3 માં એ બધું હશે જે હાલ તમે યુઝ કરી રહ્યા છો પરંતુ આ બધુ બ્લોકચેન આધારિત હશે.
  • એક ઉદાહરણ લઈ સમજીએ, કલ્પના કરો કે જો ગૂગલ કામ કરવાનું બંધ કરી દે તો તમે શું કરશો ? જોકે ગૂગલ એક પ્રાઈવેટ કંપની છે અને ગૂલ તેની સર્વિસમાં સમસ્યા આવે અથવા ડાઉન થઈ જાય. ગૂગલ હેક થઈ જાય તો પણ સર્વિસ ડાઉન થશે.
  • પરંતુ Web 3 માં એવું નહીં હોય કારણ કે Web 3 નો કન્સેપ્ટ ઈન્ટરનેટને ડીસેન્ટ્રલાઈઝ કરવાનો છે જેવી રીતે ક્રિપ્ટોકરન્સી છે. ત્યારે વેબ 3 બ્લોકચેન પર આધારિત હશે.

આ પણ વાંચો : SBI સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત 2022

Web 3.0 આવવાથી શું બદલશે ?

Web 3.0 આવવાથી તમારી પાસે વધુ પાવર હશે, તમારૂ કન્ટેન્ટ તમારૂ જ હશે અને તેના બદલે તમને ટોકન મળશે. જેમાં તમે તમારૂ કન્ટેન્ટ ગમે તે પ્લેટફોર્મ પર પોસ્ટ કરો. તે કન્ટેન્ટ પર રાઈટ તમારી પાસે રહેશે જ્યારે હાલ એવું નથી.ઘણી વખત સોશિયલ મીડિયા પર તમારા કન્ટેન્ટ હટાવામાં આવતા હોય છે અથવા એવું પણ બનતું હોય છે કે કોઈ કન્ટેન્ટ પોસ્ટ જ ન કરી શકો.

મહત્વપૂર્ણ લિંક્સ

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

કોઈ આડઅસર પણ નહીં થાય?

વોડાફોન દ્વારા કહેવામાં આવ્યું હતું કે 5G સેવાથી પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય અને સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર પણ નહીં થાય

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp