ApplyOnline Trending Updates

Gujarat Driving Licence : ડ્રાઈવિંગ લાયસન્સ હવે ઘેર બેઠા બનાવો, જાણો સંપૂર્ણ માહિતી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Gujarat Driving Licence : ડ્રાઈવિંગ લાયસન્સ હવે ઘેર બેઠા બનાવો : ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત RTO દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે.આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી ડ્રાઈવિંગ લાયસન્સ 2023 વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

Gujarat Driving Licence હવે ઘેર બેઠા બનાવો

ડ્રાઈવિંગ લાયસન્સ હવે ઘેર બેઠા બનાવો : નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે. ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ લાયસન્સ 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ લાયસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે. ગુજરાત લર્નિંગ લાયસન્સ નીચે દર્શાવેલ પ્રક્રિયાને અનુસરીને વ્યક્તિ મેળવી શકે છે.

હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો : ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત આરટીઓ દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે.

Gujarat Driving Licence યોગ્યતા

  • ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
  • ગીયર સાથેના દ્વીચક્રી વાહનો મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
  • ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.

Gujarat Driving Licence જરૂરી દસ્તાવેજો

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો
  • પાસપોર્ટ.

સરનામાનો પુરાવો :

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • એલઆઇસી પોલીસી
  • મતદાર ઓળખપત્ર
  • લાઇટબિલ,
  • ટેલિફોનબિલ
  • સરનામા સાથેનો મકાનો વેરો
  • સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.

Gujarat Driving Licence અરજી ફી

લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે.

  • લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે.
  • સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે.

Gujarat Driving Licence પરીક્ષા પધ્ધતિ

લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.
  • નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે.
  • ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
  • પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
  • ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
  • જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.

કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની પરીક્ષા આપવી ફરજીયાત છે

  • લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ વ્યક્તિ તેને મેળવવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
  • જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.
  • લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

ઓનલાઈન અરજીઅરજી અહીંથી કરો
એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંકઅહીંથી મેળવો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp