આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના : બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અસમર્થ અને તેવી કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
Table of Contents
આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજનાના લાભો :
“બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીને ચાલુ કામે, બાંધકામના સ્થળે અકસ્માતે મૃત્યુ થતા મૃતક શ્રમિકનાં વારસદારને રૂ.૩,૦૦,૦૦૦/-ની નાંણાકીય સહાય પૂરી પાડવામા આવશે જ્યારે કાયમી અશક્તતાના કિસ્સામાં રૂ.૧,૦૦,૦૦૦/- ની નાંણાકીય સહાય નોંધાયેલ શ્રમિકને આપવામાં આવશે.”
આ પણ વાંચો
ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...
આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજનાના નિયમો
- આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના : બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધાકમ શ્રમિકને મળવાપાત્ર થશે,તેમજ નોંધણીની તારીખથી પ્રત્યેક વર્ષ નોંધણી રીન્યુ કરાવેલ હશે તેવા બાંધકામ શ્રમિકને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- અકસ્માત લાભાર્થીનાં સભ્યપદ-સમય એટલે કે ૧૮ થી ૬૦ વર્ષ દરમ્યાન થયેલ હોય તો જ અરજદાર શ્રમિકની અરજી યોગ્ય ગણાશે.
- અકસ્માતે મૃત્યુ પામ્યાની તારીખથી મૃત્યુ પામનાર બાંધકામ શ્રમિકના વારસદારે/ ઉત્તરાધિકારીએ ત્રણ માસ સુધીની સમયમર્યાદામાં નિયત નમુનામા અરજી કરવાની રહેશે.
આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજનાની કાર્યપદ્ધતિ
- આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજનાના અરજદારે નિયત નમુનામાં અરજી જે તે સંબંધીત જીલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ,ખાતેની ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની જે તે જિલ્લા કચેરીએ કરવાની રહેશે.
- ઉપરોક્ત અધિકારી અરજીમાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરીને સંબંધીત જીલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ( ફેક્ટરી ઇન્સ્પેક્ટર ) ને રજુ કરશે.
- ઉપરોક્ત અધિકારી અરજી ફોર્મ ચકાસી ચાલુ કામે થયેલ અકસ્માત અંગેનો પોતાના અહેવાલ મંજુરી / નામંજૂરીની સ્પષ્ટ ભલામણ સહ સચિવશ્રી મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને રજુ કરશે.
- બોર્ડનાં સચિવશ્રી સદરહુ અરજીની વિગતો તથા અભિપ્રાય પરત્વે જરૂરી ચકાસણી કરી યોજના સહાય મંજૂરી / નાંમંજુરી અંગેનો આખરી નિર્ણય કરશે.સદરહુ સહાય એકાઉન્ટ પેઇ ક્રોસ્ડ ચેકથી અથવા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા લાભાર્થીને ચૂકવવાનું રહેશે.
આ પણ વાંચો
ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...
આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના માટેના આવશ્યક દસ્તાવેજી પુરાવા
- વારસદાર નો એક પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ
- બોર્ડના ઓળખકાર્ડની નકલ
- મરણનું પ્રમાણપત્ર
- એફ.આઈ.આર.ની નકલ,પોલીસ પંચનામાની નકલ
- કાયમી અશક્તતાનાં કિસ્સામાં સિવિલ સર્જન નું પ્રમાણપત્ર
આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?
બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધાકમ શ્રમિકને મળવાપાત્ર થશે.
બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરવા અહીં ક્લિક કરો – ક્લિક here
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર website | https://bocwwb.gujarat.gov.in/ accidental-death-of-the-aid-scheme.htm |
યોજનાની માહિતી વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ઑનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવા કઈ site પર જવું?
https://bocwwb.gujarat.gov.in/Images/bcwwb/pdf/accidental-death-new.pdf
યોજનાની સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.in/accidental-death-of-the-aid-scheme.htm છે
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
લેખન સંપાદન : ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net/ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે