Updates Trending

ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષનાં બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત CNG વાહનધારકોને પણ સરકારે ખુશ કર્યા છે. સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને 6થી 8 રૂપિયા જેટલો ફાયદો થશે, જ્યારે PNGમાં ગ્રાહકોને પાંચથી છ રૂપિયા જેટલો ફાયદો થશે. CNG અને PNGમાં રાહત આપવાથી સરકારને 300 કરોડનો બોજો પડશે. એ ઉપરાંત LPGમાં પણ રાહતથી સરકારને હવે કુલ 1650 કરોડનો બોજો પડશે. સરકારની જાહેરાતથી 38 લાખ LPG ધારકોને ફાયદો થશે.

આ પણ વાંચો- ફ્રી માં Netflix, Hotstar, Amazon Primeનુ સબ્સ્ક્રિપશન 1 વર્ષ

38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો

રાજ્ય સરકારના મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે, સાથે જ વર્ષમાં બે સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.

આ પણ વાંચો – PSI પરીક્ષાનું પ્રોવિઝનલ પરીણામ જાહેર 2022, આ રીતે ફટાફટ કરો ચેક

ગુજરાતમાં ઉજ્જવલા યોજના : ખેડૂતો માટે સરકાર પેકેજ જાહેર કરી શકે છે

રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. 600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. જુલાઈ બાદ રાજયમાં ભારે વરસાદથી થયેલા નુકસાન થયું હતુ એ મામલે રાહત પેકેજ જાહેર કરી શકે છે. 11 જિલ્લામાં નુકસાનીના સર્વે બાદ આવેલા આંકડા પ્રમાણે રાહત પેકેજ જાહેર કરાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને સાઉથ ગુજરાત ઝોનમાં સૌથી વધારે નુકસાન થયુ છે. એના માટેની સર્વેની કામગીરી ચાલી રહી હતી, જે પૂર્ણ થઇ ગઇ છે. હવે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો – IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022, 80 જગ્યાઓ માટે ભરતી

આશા વર્કર બહેનોના પગાર ફંડમાં 2000 ની રાહત ,વધુ માહિતી માટે લેખ વાંચો

આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપતો જાહેર કર્યો છે. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપતા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદઘાટન દરમિયાન 12મો હપતો રજૂ કર્યો હતો. વડાપ્રધાને રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે યુવાનો અને કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મંત્ર પણ આપ્યા હતા.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022
ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી

મહત્વપૂર્ણ લિંક: 

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp