ગ્રામ પંચાયત સેક્રેટરી પરીક્ષા 2023 : તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023 (Talati Exam 2023) તારીખ 07/05/2023ના રોજ યોજાનાર છે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.
Table of Contents
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ 2023
આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”. ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૨૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.
તલાટી કમ મંત્રી ઉમેદવારો માટેની અગત્યની સુચના
પરીક્ષાનું નામ | ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) |
પરીક્ષા મોડ | ઑફલાઇન |
પ્રશ્નોનો પ્રકાર | ME|CQ |
પ્રશ્નોની સંખ્યા | 100 |
ગુણની સંખ્યા | 100 |
સમય અવધિ | 60 મિનિટ |
નેગેટિવ માર્કિંગ | 0.33 ગુણ |
તલાટી પરીક્ષા 2023 – Talati Suchna
આ સંમતિ અંગેનું ફોર્મ ઓજસ વેબસાઇટ http://ojas.gujarat.gov.in ઉપર તારીખઃ ૨૦-૦૪-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાક સુધી ઉમેદવાર ભરી શકશે. ત્યારબાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં. જે ઉમેદવારો ઉપરોકત ઓનલાઇન સંમતિ ફોર્મ નિયત તારીખ-સમય સુધીમાં ભરશે નહીં, તેવા ઉમેદવાર તા. ૦૭-૦૫-૨૦૨૩ની પરીક્ષા માટેના પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષા આપી શકશે નહીં, તેની નોંધ લેવા સર્વે ઉમેદવારોને જણાવવામાં આવે છે.
તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ
આથી ઉમેદવારોને પુનઃ સુચિત કરવામાં આવે છે કે, જે ઉમેદવારો તા. ૦૭-૦૫-૨૦૨૩ના રોજ યોજાનાર તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોને ઝડપથી તા.૨૦-૦૪-૨૦૨૩ના સવારે ૧૧-૦૦ વાગ્યા સુધીમાં ઓજસ વેબસાઇટ ઉપર પોતાનું ઓનલાઇન સંમતિ ફોર્મ ભરી દેવા જણાવવામાં આવે છે. વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ તા. ૧૩-૦૪-૨૦૨૩ની ” ઉમેદવારો માટેની અગત્યની સુચના ” જોવા વિનંતી છે. વધુમાં આ અંગેની રોજબરોજની જાણકારી માટે દરરોજ મંડળની વેબસાઇટ જોતા રહેવા સર્વે ઉમેદવારોને વિનંતી કરવામાં આવે
મહત્વપૂર્ણ લિંક :
GPSSB તલાટી ની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
સંમતિ ફોર્મ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
તલાટી પરીક્ષા સંમતિ ફોર્મ ભરવાની છેલ્લી 20 એપ્રિલ 2023 છે
તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
તલાટી સંમતિ ફોર્મની સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ojas2/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=# છે
Leave a Comment