શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના : ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારની સલામતી અને સામાજિક સુરક્ષા વધે, તેમનું સ્થળાંતર અટકે કાર્યક્ષમતા વધે અને સેનિટેશન સાથેના પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો
Table of Contents
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના
સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૦૪/૦૯/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક બજટ/૧૩૨૦૧૪/૪૬૨૯૩૧/મ-૩ થી બાંધકામ શ્રમિકો માટે “શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના” બહાર પાડવામાં આવેલ છે. ઉક્ત યોજના ફક્ત શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/શહેરી વિકાસ સત્તા મંડળ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે EWS/LIG મકાન ફાળવવામાં આવેલ હોય તેવા અત્રે બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને કુટુંબદીઠ એકવાર આ શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના યોજનાનો લાભ આપવામાં આવે છે.
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના ઉક્ત યોજના અન્વયે બાંધકામ શ્રમિકની અત્રેના બોર્ડમાં નોંધણી થયા બાદ જો નોંધાયેલા બાંધકામ શ્રમિકને ઉક્ત દર્શાવેલ સંસ્થાઓ પૈકીની કોઈ એક સંસ્થામાંથી EWS/LIG યોજના પૈકી મકાન ફાળવણી થયેથી રૂ.૧,૬૦,૦૦૦ ની સહાય લાભાર્થી વતી બોર્ડ દ્વારા જે તે સંસ્થાને હવાલે મુકવામાં આવે છે.
આ પણ વાંચો
ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાના નિયમો
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલો હોવો જોઈએ તથા તેઓ પાસે બાંધકામ બોર્ડ તરફથી આપવામાં આવેલું બાંધકામ શ્રમિક તરીકેનું પૂરી વિગતો સાથેનું ઓળખકાર્ડ હોવું જોઇયે.
- અત્રે બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને ગુજરાત હાઉસિંગ બોર્ડ/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તથા શહેરી વિકાસ સત્તામંડળ તરફથી EWS/LIG મકાન ફળવાયેલું હોવું જોઈયે.
- બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને પોતાના અથવા તેના કુટુંબ ના કોઈ પણ સભ્યના નામે મકાન ન હોવું જોઇયે. જે નોંધાયેલા બાંધકામ શ્રમિક તથા તેઓના કુટુંબ ના સભ્યના નામે કોઈ પણ મકાન અથવા માલ-મિલકત ન હોય તેવા બાંધકામ શ્રમિકને જ ઉક્ત યોજનાનો લાભ આપવામાં આવે છે.
- બાંધકામ બોર્ડમાં નોંધાયેલો બાંધકામ શ્રમિકને અત્રેની કચેરીમાં નોંધણી કરાયા પહેલા ઉક્ત જણાવેલ કોઈ પણ સંસ્થા પૈકી મકાન ફાળવવામાં આવે તો તેઓને ઉક્ત યોજના હેઠળ સહાય મળવાપાત્ર નથી.
- ઉક્ત પુરાવા તથા સ્થળ તપાસ તથા બાંધકામ શ્રમિકની આર્થિક પરિસ્થિતિ નો તાગ મેળવ્યા બાદ જ અરજદારની મકાન સહાયની અરજી મંજુર કરવામાં આવે છે
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાનો લાભ મેળવવા માટેનાં દસ્તાવેજી પુરાવા
- લાભાર્થી તરીકેનું ઓળખકાર્ડ/ યુ-વિન કાર્ડ
- મકાનનો ફાળવણી પત્ર
- મકાનનો હપ્તા ભરવા અંગેનો પત્ર
- આઈ ડી પ્રૂફ (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, તથા રહેઠાણ નો પુરાવો)
- ભાડા કરાર ની નકલ/ભાડાની પહોચ/મકાનમાલિક નો પત્ર
- સ્થાનિક મહાનગરપાલિકાનું ટેક્ષ બીલની નકલ
- એફિડેવિટ
- બે પાસપોર્ટ સાઈઝના ફોટા
આ પણ વાંચો
ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના માટે કેવી રીતે અરજી કરવી?
બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધાકમ શ્રમિકને મળવાપાત્ર થશે.
બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરવા અહીં ક્લિક કરો – ક્લિક here
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર website | https://bocwwb.gujarat.gov.in/ nanaji-deshmukh-housing-scheme.htm |
યોજનાની માહિતી વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ઑનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવા કઈ site પાર જવું?
https://bocwwb.gujarat.gov.in/Images/bcwwb/pdf/nanaji-deshmukh-aavash-yojna-form.pdf
યોજનાની સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.in/
nanaji-deshmukh-housing-scheme.htm છે
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
લેખન સંપાદન : ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net/ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે