ગુજરાત મફત પ્લોટ યોજના 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં ગુજરાત મફત પ્લોટ વિતરણ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.
ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.
Table of Contents
ગુજરાત મફત પ્લોટ યોજના 2022,
મહિતીનુ નામ | ગુજરાત મફત પ્લોટ યોજના 2022 (ગુજરાત સરકાર) |
ક્ષેત્ર નું નામ | ગ્રામ પંચાયત |
ઉદ્દેશય | ગરીબ ગ્રામ-વાસીઓને જમીન મળે |
લાભ મળવા પાત્ર રાજ્ય | ગુજરાત |
લાભ ચાલુ થયેલ તારીખ | 30/07/2022 |
જોબ સ્થળ | ગુજરાત |
આ પણ વાંચો : SBI માં આવી ૫૦૦૦થી વધુ ભરતીઓ. અહીંથી ચેક કરો માહિતી.
જરૂરી પુરાવાઓ : લાભ મેળવવા માટે
અરજી ફોર્મ | 1 |
રેશનકાર્ડની નકલ | 1 |
ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ | 1 |
SECCના નામની વિગત | 1 |
ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત) પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો | 1 |
ગુજરાત મફત પ્લોટ યોજના 2022 :
- નવી નીતિ મુજબ કુટુંબની વ્યાખ્યામાં પુખ્તવયનો વ્યકિત, તેના પતિ-પત્ની (જો હોય તો), તેના સગીર બાળકોને પણ લાભ મળી શકશે. ગ્રામ વિસ્તારની વ્યાખ્યામાં વિસ્તાર વિકાસ સત્તા મંડળ/શહેરી વિકાસ સત્તા મંડળનાં વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલ નથી જે અગાઉ કરવામાં આવેલ હતો. બીપીએલ યાદી હેઠળ નોંધાયેલ હોય તે જોગવાઈ રદ કરવામાં આવેલ છે. તેને બદલે એસઈસીસી હેઠળ પાત્રતા ધરાવતા અથવા રાજ્ય કે કેન્દ્રની હાઉસીંગ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય. ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી વસવાટ કરતાં હોવા જોઈએ.
ગુજરાત મફત પ્લોટ વિતરણ યોજના અરજી કરવી :
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની લિંક પરથી ફોર્મ લઇ ઑફ્લાઈન અરજી કરી શકે છે
મહત્વપૂર્ણ લિંક:
લાભ માટેની જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત મફત પ્લોટ વિતરણ યોજના 2022 શુ છે?
ગ્રામ્ય વિસ્તરણ ઘર વિહોણા પરિવાર માટે બાંધકામ માટે વિતરણ કરવા યોજના બાબત
કઈ જગ્યાએથી ફોર્મ લેવું અને જમા કરવું?
ગામની પંચાયત ઓફિસેથી ફોર્મ લેવું.