Karkirdi Margadarshan 2023 : ધોરણ 10 પછી શું : હમણાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ જાહેર કરવામાં આવ્યુ , હવે ઘણા બધા વાલીઓ ને આ એક મુંઝવણ ભર્યો પ્રશ્ન હશે મારા પુત્ર કે પુત્રી ને ધોરણ 10 પછી શું કરાવવું , તો આજે અમે આ આર્ટિકલ માં ધોરણ 10 પછી શું એની સંપૂર્ણ માહિતી આપીશું
Table of Contents
ધોરણ 10 પછી શું ?
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | GSEB SSC Exam Result 2023 |
આર્ટિકલની કેટેગરી | Result |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 25/05/2023 |
વેબસાઈટ | gseb.org |
આ પણ વાંચો
સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આગળ ધોરણ ૧૧ ને ધોરણ ૧૨ નો અભ્યાસ પહેલી પસંદગીમાં રાખીએ તો એડમિશન શેમાં લેવું ? કોમર્સમાં કે સાયન્સમાં ?
સવાલ મહેનત કરવાનો છે: ધોરણ ૧૦ પછી અભ્યાસ બદલાય છે. આટર્સ, કોમર્સ અને સાયન્સમાં નવા વિષયો આવે છે. તમે જે વિષય પસંદ કરો તે વિષયમાં મહેનત તો કરવાની જ છે. (ધોરણ 10 પછી શું) આપણે એવું માનીએ છીએ કે
- સાયન્સમાં બહુ જ મહેનત કરવી પડે,
- કોમર્સમાં થોડી મહેનતથી ચાલે અને
- આટર્સના વિષયો રાખીએ તો ખાસ કંઇ મહેનત કરવાની જરૂર નથી. આ માન્યતાઓ ખોટી છે.
વધુ મહેનતનો યુગ: કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આ યુગ છે. દરરોજ ૧૨ કલાક જેટલી મહેનત તો કરવી જ જોઇએ. તમે પણ વધુ મહેનતની ટેવ પાડી શકો. ધોરણ ૧૧ ના પહેલા ચાર-પાંચ મહિના તમને આ માટે મળે છે. તમે રોજ વધુ ને વધુ કલાક ભણવાની ટેવ પડી ગઈ પછી તમે સાયન્સના વિષયો રાખો કે કોમર્સના, ૮૦% થી વધારે માકર્સના સ્ટુડન્ટ તરીકે તમારી ગણના થવાની જ છે.
સાયન્સ રાખવું સારું?
- ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ ધોરણે મેડિકલ, ડેન્ટલ, એન્જિનિયરિંગ, ફાર્મસીની ડિગ્રી કૉલેજો વધતી જાય છે.
- સાયન્સ કૉલેજોમાં બાયૉટેકનોલોજી, માઇક્રોબાયોલૉજી જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો સાથે બી.એસ.સી. કરવાની તકો વધતી જાય છે. ઇન્ટીગ્રેટેડ (સળંગ) કોર્સ MSc (BT) (TT) ફિઝિક્સ વગેરે શરૂ થયાં છે.
- એરફોર્સ અને નેવીમાં ઓફિસર બનવાની તક મળે છે.
- ધોરણ ૧૨ પછીના મોટા ભાગના અભ્યાસક્રમોમાં સાયન્સના સ્ટુડન્ટને એડમિશન મળી શકે છે.
- કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં નજીકનાં રાજ્યોમાં ગુજરાતના સ્ટુડન્ટને વગર ડૉનેશને સારા કોર્સમાં એડમિશન મળવાની તકો વધતી જાય છે.
- ધોરણ ૧૨ સાયન્સ પછી PMT, AIEEE સહિતની ઘણી બધી પ્રવેશ પરીક્ષાઓ આપીને મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, IT વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો. એટલે કે કોઇ કારણસર ધોરણ ૧૨ સાયન્સમાં ઓછા માકર્સ લાવો તો પણ પ્રવશ પરીક્ષાઓ દ્વારા મનગમતા / પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવવાનો વિકલ્પ પણ તમારી પાસે છે .
- ખાનગી ઉમેદવાર તરીકે પણ ઘરે રહીને પણ આગળ અભ્યાસ કરી શકો.
મહત્વપૂર્ણ ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
ડિપ્લોમાં એડમિશન લેવુ ?
- કમ્પ્યુટર સાયન્સ
- ઇન્ફર્મેશન ટેકનોલોજી
- કમ્પ્યુટર ટેકનોલોજી
- ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશન
ઇલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન જેવા ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવવા મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં રાજયો (ઓછા ટકાથી) તમને આમંત્રણ આપે છે. આપણે ત્યાં આ પ્રકારના ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સ ૧૨ સાયન્સ પછી થાય છે.
હવે જો કે ગુજરાતમાં (ધોરણ 10 પછી શું)આ પ્રકારના ફેરફાર આવેલ છે અને ઉપરોક્ત કોર્સ (બ્રાન્ચ) મળે છે પણ એડમિશનમાં ઊંચી ટકાવારી થાય છે.
ITI એડમિશન લેવુ ?
ડીઝલ મિકેનિકલ,કોપા, વેલ્ડર ઇલેક્ટ્રિશિયન જેવા વિવિધ ટ્રેડ માં એડમિશન લઈ શકાય છે
ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું? | GSEB SSC Result
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
- તમારો બેઠક નંબર એન્ટર કરો.
- screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
કારકિર્દી માર્ગદર્શન 2022 | અહીં ક્લિક કરો |
કારકિર્દી માર્ગદર્શન 2023 | થોડા સમયમાં મુકીશું |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો –
શું ધોરણ 10 પછી ડિપ્લોમાં એડમિશન લઈ શકાય ?
જો તમને ઇજનેર બનવામાં રસ હોઈ તો ડિપ્લોમાં એડમિશન લઈ શકો છો
શું ધોરણ 10 પછી ITI માં એડમિશન લઈ શકાય ?
તમે નજીકની ITI માં એડમિશન લઈ ઓછી મેહનત થી જલ્દી નોકરી મેળવી શકો છો