Jio Financial Services:- મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી ડીમર્જ (અલગ) કરવામાં આવી છે. ગુરુવારે લાયક રોકાણકારોના ડીમેટ ખાતામાં Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર જમા કરવામાં આવ્યા છે. જો કે, આ શેરો જમા કરાવ્યા પછી પણ અત્યારે ટ્રેડિંગ કરી શકાતું નથી. કારણ કે Jio Financial Servicesનું લિસ્ટિંગ હજી થયું નથી.
Jio Financial Services :
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 20 જુલાઈને જિયો ફાયનાન્સિયલ સર્વિસિસના ડિમર્જની રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી હતી. 20 જુલાઈ, 2023ના રોજ કંપનીની રેકોર્ડ બુકમાં જે રોકાણકારોના નામ દેખાય છે, તેઓને Jio ફાયનાન્સિયલ સર્વિસિસના શેરમાં જમા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, લિસ્ટિંગની તારીખને લઈને કંપની દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
Jio Financial Servicesનું માર્કેટ કેપ 1.66 લાખ કરોડ રૂપિયા છે. મૂલ્યાંકનની દ્રષ્ટિએ, કંપની તેના ક્ષેત્રની બીજી સૌથી મોટી કંપની છે. તાજેતરમાં જ Jio Financial Services એ Black Rock સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને ટેકો મળે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા 28 ઓગસ્ટના રોજ યોજાવા જઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુકેશ અંબાણી એ જ દિવસે Jio ફાયનાન્સિયલ સર્વિસિસની લિસ્ટિંગ તારીખ જાહેર કરશે. આ સાથે કંપનીના વડા ભવિષ્યના રોડ મેડને લોકો સમક્ષ રજૂ કરશે.
મહત્વપૂર્ણ લિંક :
સરકારી માહિતીના હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Leave a Comment