Gujarat Go Green Shramik Yojana 2023 : Go Green Shramik Yojana આ યોજના ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન બોર્ડ હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સંગઠિત ક્ષેત્ર અને બાંધકામ ક્ષેત્રના મજૂરો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી પર 30000 સબસિડી આપવામાં આવશે.
આ યોજના હેઠળ મળતી સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા થશે.
Table of Contents
ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના 2023 ના લાભો | Gujarat Go Green Shramik Yojana 2023
બાંધકામ મજૂર: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે અને RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી મેળવી શકે છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા થશે.
ઔદ્યોગિક કામદારો: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવશે અને RTO રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર વન-ટાઇમ સબસિડી મેળવી શકે છે.
Gujarat Go Green Shramik Yojana 2023 યોજના 2023 નો ઉદ્દેશ
- બેટરી સંચાલિત ટુ-વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહિત કરવું
- બાંધકામ કામદારો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ભારત સરકારના “ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનાવવા.
- કાર્બન ઉત્સર્જન ઘટાડવું.
- બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે સબસીડી આપવી
ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.gogreenglwb.gujarat.gov.in ઓપન કરો.
- પછી આ વેબસાઈટ પર ઉપર આપેલ “ Schemes” વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ તેમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી પસંદ કરો.
- સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો દાખલ કરીને ઓનલાઈન નોંધણી કરો.
- ત્યારબાદ અરજી માટે પૂછવામાં આવેલી જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમ પેજ જોવા માટે | અહિયાં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
Leave a Comment