Gujarat Assembly Election 2022 | Election
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન 8 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ચૂંટણીપંચે આજે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીની અટકળો શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે. ત્યાં 12મી નવેમ્બરના દિવસે મતદાન યોજાવવાનું છે.
જ્યારે 24 દિવસ પછી પરિણામ જાહેર થવાનું છે. તો આ 24 દિવસ દરમિયાન ચૂંટણી પંચ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદાન થાય ત્યારબાદ ત્રણથી ચાર દિવસમાં જ પરિણામ જાહેર કરી દેવામાં આવે છે. તેવામાં હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં મતદાન પછી 24 દિવસે પરિણામ જાહેર થવાનું છે. તેને કારણે ગુજરાતમાં ચૂંટણીની તારીખોને લઈને વિવિધ અટકળો ચાલુ થઈ ગઈ છે.
Table of Contents
આ પણ વાંચો
ભારતમાં આવેલા ગુજરાતી સમાજની યાદી PDF ફાઈલ
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ક્યારે થશે ?
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ. તો પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે યોજાયું હતું અને બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે યોજાયું હતું. ત્યારબાદ 18મી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે હિમાચલની ચૂંટણીની જાહેરાત કરી છે. ત્યારે મહત્ત્વનું છે કે, હાલ ગુજરાતમાં ચારે તરફ તહેવારોનો માહોલ છે. તેને લઈને ચૂંટણી પંચ હાલમાં તારીખ જાહેર નહીં કરે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. હાલમાં દિવાળી પછી જ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 99, કોંગ્રેસને 77, અપક્ષને 3, બીટીપીને 2 તો એનસીપીને 1 સીટ મળી હતી.
Gujarat Assembly Election 2022 ચૂંટણીની સંભવિત તારીખ
- પ્રથમ તબક્કાનું મતદાન – 30 નવેમ્બર
- બીજા તબક્કાનું મતદાન – 4 ડિસેમ્બર
- પરિણામ – 6 અથવા 7 ડિસેમ્બર
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મામલે એક્સક્લૂઝિવ અહેવાલ
બે દિવસ પહેલાં જ News18 Gujaratiએ એક્સક્લૂઝિવ સ્ટોરી સાથે ચૂંટણીની સંભવિત તારીખની જાહેરાત કરી હતી. તે અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં દિવાળી પછી જ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેમાં જણાવાયું હતું કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. તેમાંથી પહેલા તબક્કાનું મતદાન 30મી નવેમ્બરના દિવસે યોજાશે. ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન 4થી ડિસેમ્બરે યોજાશે અને આ ચૂંટણીનું પરિણામ 6 અથવા 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો
ગુજરાત પોસ્ટ ભરતી 2022
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :ચૂંટણીનું પરિણામ 8મીએ જ જાહેર થાય તેવી શક્યતા
આમ, આ અહેવાલ અને ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખોમાં ઘણું સામ્ય જોવા મળે છે. ચૂંટણી પંચે હિમાચલની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવાનું જણાવ્યું છે. ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પણ તેની આસપાસ ચૂંટણીનું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી શપથ લે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે દિવાળીની આસપાસ આ ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત નવેમ્બર અંત સુધીમાં પહેલા તબક્કાનું મતદાન યોજાશે અને ડિસેમ્બરની શરૂઆતમાં બીજા તબક્કાનું મતદાન યોજાશે.
ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટણીને લઈને દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. દરેક પાર્ટીના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે અને ચારેબાજુ ચડસાચડસીનો માહોલ છવાયેલો છે. તમામ પાર્ટીઓ ગામે ગામ જાહેર સભાનું આયોજન કરીને ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આખરે ગુજરાતમાં કોણ બાજી મારશે?
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : કેવી રીતે યોજાશે ચૂંટણી?
Gujarat Assembly Election 2022 : સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જેમાં નવેમ્બરના અંતમા પહેલા તબક્કાનું મતદાન કરવામાં આવશે અને ત્યારબાદ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બીજા તબક્કાનું મતદાન કરવામાં આવશે. પછી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.
ગુજરાતમાં ભાજપની ત્રીજીવાર ‘ગૌરવ યાત્રા’
હાલ ચૂંટણી પ્રચારને લઈને ભાજપે ‘ગૌરવયાત્રા’નું આયોજન કર્યુ છે. તેમાં તેમણે તમામ 144 સીટ કવર કરવાનો પ્લાન બનાવ્યો છે. ગુજરાતમાં ભાજપ ત્રીજી વખત ગૌરવ યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે. અગાઉ 2002માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2002ના કોમી રમખાણો બાદ આ યાત્રા કાઢી હતી. આ પછી 2017ની ચૂંટણીમાં પણ આવી જ યાત્રા કાઢવામાં આવી હતી. બંને વખત ભાજપને ફાયદો થયો છે. 2002માં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 127 બેઠકો જીતી હતી. તે જ સમયે, 2017 માં, પાર્ટીને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બંને ગૌરવ યાત્રામાં મળેલા લાભથી ભાજપ ઉત્સાહિત હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે, આ વખતે પણ ફાયદો થશે તે નિશ્ચિત છે.
મહત્વપૂર્ણ લિંક:
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |