Gram Sevak Additional Final Selection List : ગ્રામ સેવકનું એડીશનલ ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન લીસ્ટનાં ઉમેદવારો માટે જીલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર, તા ૧૦-૦૫-૨૦૨૩થી મળેલ સૂચનાઓ ધ્યાને લઇ સરકારશ્રીએ મંજુર કરેલ વધારાની જગ્યા ઉપર મંડળ ધ્વારા અગાઉ તા ૦૪-૧૦-૨૦૨૨ ના પ્રસિધ્ધ કરેલ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન ક્રમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટના કટ ઓફ માર્કસની મર્યાદામાં આવતા B.Tech|Agriculture Engineering) ની પદવી ધરાવતા કુલ ૮૧ ઉમેદવારોનું તા ૧૭-૦૬-૨૦૨૩ ના રોજ એડીશનલ ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન લીસ્ટ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની નકલ મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
Table of Contents
Gram Sevak Additional Final Selection List
મંડળનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
આર્ટિકલનું નામ | Gram Sevak Additional Final Selection List |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result |
ગ્રામ સેવકનું એડીશનલ ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન લીસ્ટ | pdf ફાઈલમાં |
જીલ્લા ફાળવણી કાર્યક્રમ તારીખ | 18/08/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
ગ્રામ સેવકનું એડીશનલ ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન લીસ્ટ
આ એડીશનલ ફાઇનલ સીલેકશન અને રેકમન્ડેશન લીસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા ૦૩-૦૮-૨૦૨૩ ના પત્રથી મંડળને મોકલાવેલ જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ જગ્યાઓની વિગતો ધ્યાને લઇ જિલ્લા ફાળવણી કરવાની થાય છે. આ માટે મેરીટ ક્રમાનુસાર સીલેકશન કેટેગરી મુજબ જિલ્લા પસંદગી માટે મંડળની કચેરીએ અચુક હાજર રહેવા સબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ અંગે ઉમેદવારોના રજીસ્ટર્ડ ઇ મેઇલ ઉપર પણ આ બાબતે જાણ કરવામાં આવેલ છે. ઉમેદવારે નીચે દર્શાવેલ તારીખ અને સમયે અચુક હાજર રહી નીચેની સુચના મુજબ જિલ્લા પસંદગી કરવાની રહેશે.જેની ખાસ નોંધ લેવી. વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ જોવા વિનંતી છે.
ઉમેદવારો માટેની સૂચના:-
- ઉમેદવારે જાતે ઉપરોકત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં તેને ફાળવેલ નિયત તારીખ સમયે અચૂક હાજર રહેવાનું રહેશે.
- ઉમેદવારે પોતાના તમામ અસલ પ્રમાણપત્રો,ફોટો આઇડી પૂફ અને કલર પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે લાવવાનો રહેશે.
- કોઇ કારણસર સબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં એફીડેવીટ ઉપર ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યકિતને હાજર રાખી શકશે.સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો અને જેને અધિકાર આપેલ છે તે વ્યકિતનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ. સદર અધિકૃત કરેલ વ્યકિત ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સબંધિત ઉમેદવારને બંધનકર્તા રહેશે.અધિકૃત કરેલ વ્યકિતએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી. ઓથોરીટી લેટર એફીડેવીટ સ્વરૂપે હોવો જોઇશે.
- ઉમેદવારોને ઓનસ્ક્રિન જિલ્લા ફાળવણી ઉમેદવારના મેરીટ ક્રમાનુસાર એડીશનલ ફાઇનલ સીલેકશન એન્ડ રેકમન્ડેશન લીસ્ટમાં દર્શાવેલી ઉમેદવારની સીલેકશન કેટેગરી મુજબ ઉમેદવારનો ક્રમ આવે ત્યારે ઉપલબ્ધ જિલ્લાવાર જગ્યા અનુસાર કરવામાં આવશે. ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી માટે જ્યારે ઉમેદવારનો ક્રમ આવે ત્યારે તે સમયે ઉમેદવારા તેઓના ઓથોરાઇઝ પ્રતિનિધિ ફરજિયાત પણે હાજર હોવા જોઇએ, અને જો તે સમયે કોઇ ઉમેદવાર ઓથોરાઇઝ પ્રતિનિધિ હાજર રહેશે નહિ તો, તેવા ઉમેદવારે પોતાની ઉમેદવારી કાયમી પણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ મંડળ ધ્વારા ગ્રાહ્ય રખાશે નહિ.
- ઉમેદવાર પોતે તેને ફાળવેલ નિયત તારીખ અને નિયત સમયે ઉપરોકત જિલ્લા પસંદગી (ફાળવણી) કાર્યક્રમમાં હાજર ન રહે અથવા જિલ્લા પસંદ ન કરે અથવા પસંદ કરવાનો ઇન્કાર કરે તેવા કિસ્સામાં આવા ઉમેદવારને નોકરી મેળવવામાં રસ નથી, તેમ માની આવા ઉમેદવારની પસંદગી મંડળ ધ્વારા “દ” ગણવામાં આવશે, અને આ બાબતે મંડળનો નિર્ણય આખરી રહેશો અને ત્યારપછી આ બાબતે કોઇ પણ દાવો વિવાદ ગ્રાહય રાખવામાં આવશે નહી.
મહત્વપૂર્ણ લિંક્સ :
ઉમેદવારો માટેની સૂચના | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment