Updates Trending

આધાર કાર્ડ સેન્ટર પર જવાની ઝંઝટથી મળશે છુટકારો! FaceRD એપ લોન્ચ, ઘરે બેસીને થશે કામ..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

FaceRD એપ : આધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન, દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકશે…આ માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેને Aadhaar FaceRD નામ આપ્યું છે. તેને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે.

Aadhaar FaceRD App લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા તમે ઘરે બેસીને ફેસ ઓથેન્ટિકેશન કરી શકો છો. તેનો ઉપયોગ બહુવિધ આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે થઈ શકે છે.

એન્ડ્રોઇડ યુઝર્સ આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીની મદદથી આ એપ આધાર ઓથેન્ટિકેશન માટે વ્યક્તિના ચહેરાને લાઈવ કેપ્ચર કરે છે.

આ પણ વાંચો- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી

FaceRD એપ લોન્ચ

જન્મના પ્રમાણપત્ર, રાશન વિતરણ (PDS), CoWin રસીકરણ એપ્લિકેશન, શિષ્યવૃત્તિ યોજના, ખેડૂત કલ્યાણ યોજનાઓ માટે આ એપ્લિકેશનો ઉપયોગ કરી શકાય છે. UIDAIએ 12 જુલાઈએ ટવીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ટવીટમાં કહેવામાં આવ્યું હતું કે, UIDAI RD એપ દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ અનેક આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી UIDAI દ્વારા જ વિકસિત કરવામાં આવી છે.

Livemint ના એક અહેવાલ મુજબ, આ એપ સાથે, આધારકાર્ડ ધારકોને હવે લોકેટર આધાર એનરોલમેન્ટ સેન્ટરની મુલાકાત લઈને ફિઝીકલ ઓળખ માટે આઇરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરવાની જરૂર રહેશે નહીં. આ વેરીફિકેશનથી આધાર હોલ્ડરની રિયલ આઈડેન્ટિટીને વેલિડેટ કરાય છે.

આ પણ વાંચો – 7મો દિવસ નવરાત્રી મહોત્સવ 2022 LIVE

આના ઉપયોગ કરવા માટે, તમારે Google Play Store પરથી Aadhaar FaceRD ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તમને એપ પર આપવામાં આવેલ ગાઈડને ફોલો કરો અને પ્રોસિડ ક્લિક કરો. ફેશ ઓથેન્ટિકેશન માટે, તમારો ચહેરો પ્રકાશમાં હોવો જોઈએ અને તમારો બેકગ્રાઉન્ડ ક્લીયર હોવો જોઈએ. મહત્વનું છે કે,  હાલ આધારકાર્ડનું મહત્વ કોઈપણ વ્યક્તિથી છુપાયેલું નથી. જો તમે સરકારની કોઈપણ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોવ તો તેના માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજીયાત છે. ત્યારે  UIDAI દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ્લીકેશન તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.  

મહત્વપૂર્ણ લિંક

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
આધાર કાર્ડ સેન્ટર પર જવાની ઝંઝટથી મળશે છુટકારો! FaceRD એપ લોન્ચ, ઘરે બેસીને થશે કામ..
આધાર કાર્ડ સેન્ટર પર જવાની ઝંઝટથી મળશે છુટકારો! FaceRD એપ લોન્ચ, ઘરે બેસીને થશે કામ..

લેખન સંપાદન : ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) ’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp