Updates

બિપોરજોય વાવાઝોડુ : વાવાઝોડામાં શું કરવુ : વાવાઝોડા દરમિયાન તકેદારીના શું પગલા લેવા ?

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Biporjoy Cyclone: વાવાઝોડુ તકેદારી: બિપોરજોય વાવાઝોડુ કેટલે પહોંચ્યુ ? : વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારી રાખવા સરકારશ્રીના ડીઝાસ્ટર માર્ગદર્શિકા બહાર પાડવામા આવી છે. જેમા લોકોમા ખોટી અફવાઓ ન ફેલાય અને લોકોમા વાવાઝોડા મા રાખવાની તકેદારી બાબતે જાગૃતતા ફેલાય તે માટે માર્ગદર્શિકા બહાર પાડવામા આવી છે

ગુજરાતના દરિયા કિનારા પર બિપરજોય નામનું વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. ત્યારે સંભવિત વાવાઝોડાથી તકેદારી રાખવા અને વાવાઝોડાથી ઓછામાં ઓછી નુકશાન થાય તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. ત્યારે સરકાર દ્વારા વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું તકેદારી રાખવી તે અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

વાવાઝોડા પહેલાની તૈયારી

  • રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
  • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
  • આપના રેડીયો સેટને ચાલું હાલતમાં રાખો, ચકાસી લો.
  • સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
  • ઢોર-ઢાંખરને ખૂંટાથી છુટા કરી રાખો.
  • માછીમારોએ દરિયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
  • અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
  • આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાન રાખો.
  • સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
  • અગત્ય ટેલીફોન નંબર હાથ વગા રાખો.

વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા

  • પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ન રહેવું.
  • વાવાઝોડા સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
  • વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.
  • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
  • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી

  • તંત્રની સુચના મળ્યા પછી જ ઘરની બહાર નીકળવું.
  • અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં.
  • ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા.
  • ખુલ્લા છૂટા પડેલા વાયરોને અડકવું નહીં.
  • ક્લોરિન યુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો.
  • ભયજનક અતિ નુકસાન પામેલ મકાનને તત્કાલીક ઉતારી લેવા.
  • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.

બિપોરજોય વાવાઝોડુ માટે અગત્યની લીંક

વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp