Ambaji Prasad Online : ગુજરાતનું શક્તિપીઠ અંબાજી ટ્રસ્ટ દ્વારા હવેથી ઘરે બૈઠા અંબાજી મંદિર નો પ્રસાદ ઓનલાઇન ઓડૅર કરી ઘરે સુધી મંગાવાની સુવિધા નો પ્રારંભ કર્યો છે, આજે આ આર્ટિકલ માં તમે ઘરેબેઠા અંબાજી મંદિરનો પ્રસાદ ઓનલાઇન મંગાવવાની પ્રોસેસ વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Ambaji Prasad Online
ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલેએ જાહેરાત કરી હતી. જેમાં શ્રદ્ધાળુઓ હવે અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ ઘરે બેઠા મંગાવી શકશે. આ ઓનલાઇન પ્રસાદની સેવા પુરી પાડનાર એજન્સી પ્રસાદનું પેકિંગ ઈકો ફ્રેન્ડલી રાખવામાં આવ્યુ છે જેથી પર્યાવરણનું પણ જતન થશે.
અંબાજીનો પ્રસાદ કઇ રીતે ઓર્ડર કરશો ?
- અંબાજી મંદિરની ઓફીસીયલ વેબસાઈટ www.ambajitemple.in ઓપેન કરવી
- ત્યાં તમારે હોમ પેજ પર નીચે ઓનલાઇન સેવાઓ પર ક્લિક કરવાનું રહેશે – https://ambajitemple.in/online-prashad
- હવે નવું પેજ ખુલશે ત્યાં તમને ચિક્કી પ્રસાદ અને મોહનથાળ પ્રસાદ ખરીદી કરો
- હવે ખરીદી કરો પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાં તમારું એકાઉન્ટ બનાવી ને તમે લોગીન કરો
- હવે તમને જોઈએ એટલો પ્રસાદ તમે ઓડર કરી ને ઓનલાઈન પેઈમેન્ટ કરી ને તમારા સરનામાં પર ડિલિવરી લઇ શકો છો
અંબાજી યાત્રાધામ મંદિરની ઓફીસીયલ વેબસાઇટ પરથી પ્રસાદનો ઓનલાઇન ઓર્ડર અને પેમેન્ટ કર્યા બાદ 3 થી 4 દિવસમા કુરીયર દ્વારા આપે ઓનલાઇન ઓર્ડર કરેલ પ્રસાદ આપના ઘરે બૈઠા મળી જશે.
Leave a Comment