Updates Trending Uncategorized

ટેટ 1-2 ઓફિસિયલ નોટિફિકેશન જાહેર , જાણો સમગ્ર વિગત @sebexam.org

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ટેટ 1-2 ઓફિસિયલ નોટિફિકેશન જાહેર : ટેટ 1-2ની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. ટેટ-1 અને 2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિગતવાર માહિતી આપી છે.

  • ટેટ-1 અને 2 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 
  • 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરુઆત થશે
  • 12 ડિસેમ્બર સુધી ભરી શકાશે લેટ ફી 

શિક્ષક બનવા ટેટ-ટાટ પરીક્ષા પાસ હોવી ફરજીયાત છે, વર્ષ 2018 બાદ કોઇ પરીક્ષા યોજાઇ નથી ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા <>ટેટ-1 અને 2 પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 

ટેટ 1-2 ઓફિસિયલ નોટિફિકેશન જાહેર , જાણો સમગ્ર વિગત @sebexam.org
ટેટ 1-2 ઓફિસિયલ નોટિફિકેશન જાહેર , જાણો સમગ્ર વિગત @sebexam.org

21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની થશે શરુઆત 

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ટેટ-1 અને 2ની પરીક્ષાને માટે ઉમેદવારોની લાગણી અને માગણી હતી. ધોરણ 1થી 5માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-1 અને ધોરણ 6થી 8માં શિક્ષક થવાની પરીક્ષા એટલે કે ટેટ-2ના ફોર્મ ભરાવવાની શરૂઆત 21 ઓક્ટોબરથી થશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. માર્ચ 2018માં ટેટ-1ની પરીક્ષા લેવાઈ હતી. ટેટ-2ની પરીક્ષા ઓગસ્ટ-2017માં લેવાઈ હતી. વર્ષ 2018ની ટેટ-1ની પરીક્ષામાં 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વર્ષ 2017માં લેવાયેલી ટેટ-2ની પરીક્ષામાં 2,15,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

આ પણ વાંચો

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો

મોબાઈલથી કમાણી કરો:દરરોજ 5000 રૂપિયા

ટેટ 1-2 ઓફિસિયલ નોટિફિકેશન : ઉમેદવારો આ તારીખ સુધી ઓનલાઈન ફી ભરી શકશે 

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, મને એવું લાગે છે કે આ વખતે 3.5 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરશે. 17 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થશે. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી  5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારો નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન 21 ઓક્ટોબરથી 5 ડિસેમ્બર સુધી ફી ભરી શકશે. આ ઉપરાંત ઉમેદવારો 7 ડિસેમ્બર, 2022થી 12 ડિસેમ્બર, 2022 સુધી લેટ ફી ભરી શકશે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાની સંભવિત તારીખો પણ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમે જાહેર કરીશું. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેવામાં આવશે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી સંસ્થાઓમા ભરતી પ્રક્રિયા ઝડપી થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતીમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સરળતા રહે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તજજ્ઞ સમિતિ દ્વારા સૂચવેલ સુધારા  મુજબદિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી સંસ્થાઓમા ભરતી પ્રક્રિયા ઝડપી થશે. આપને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી દિવ્યાંગને ભણાવવા માટે શિક્ષકને જરૂરિયાત મુજબ તાત્કાલિક ખાલી જગ્યામાં ભરી  દેવામાં આવશે. જેનો ફાયદો દિવ્યાંગોને ઝડપી અને સારા શિક્ષણના રૂપમાં થશે. 

આ પણ વાંચો- ફ્રી માં Netflix, Hotstar, Amazon Primeનુ સબ્સ્ક્રિપશન 1 વર્ષ

શિક્ષક યોગ્યતા કસોટી- (TET-I-II) નો કાર્યક્રમ

ક્રમવિગતતારીખ\સમયગાળો
1જાહેરનામું બહાર પાડવાની તારીખ17/10/2022
2વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ18/10/2022
3ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો21/10/2022 થી 06/10/2022
4નેટ બેંકીંગ મારફત કી સ્વીકારવાનો સમયગાળો21/10/2022 થી 06/12/2022
5લેટ ફી ભરવાનો સમયગાળો07/12/2022 થી 12/12/2022
6પરીક્ષાનો સંભવિત માસફેબ્રુઆરી/માર્ચ-2023

મહત્વપૂર્ણ લિંક :

ટેટ 1 ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ટેટ 2 ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો21 ઓક્ટોબરથી શરૂ થશે
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp