ગુજરાત સરકારે માવઠા ના વરસાદ થી ખેડૂતોને થયેલા નુકસાનની સહાય આપવાની વાત કરી છે
રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. તો કેટલીક જગ્યાએ ખેતરોમાં ઉભો પાક પડી ગયો છે. અચાનક કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ દરમિયાન રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન
ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં 2 દિવસથી કમોસમી વરસાદની વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગે 26 અને 27 તારીખે વરસાદની આગાહી કરી હતી. હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ વરસાદના 60 ટકા જેટલો વરસાદ થયો છે. તેમણે કહ્યું કે આ માવઠાને કારણે ઘણા વિસ્તારોમાં 1 મિમીથી લઈને 144 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.
પાકને નુકસાન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું નુકસાન થયું છે. ખરીફ પાકોમાં કપાસ અને એરંડા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વધુ છે.
સરકાર મદદ કરશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં જાપાનની મુલાકાતે હોવાથી તેમણે ગુજરાત અને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા રાજ્ય સરકારને કામગીરી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેમના મતે જ્યારે વરસાદનું પ્રમાણ ઘટશે ત્યારે રાજ્ય સરકાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને મદદ કરશે.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા અને વીજળી પડવાથી અનેક સામાન્ય નાગરિકોને નુકસાન થયું છે તે હકીકતનો સર્વે કરીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મદદ કરવા સરકાર કટિબદ્ધ છે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |