Updates Trending

GPSC ભરતી 2023 : DYSO, TDO અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GPSC ભરતી 2023 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા DYSO, TDO અને અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. અરજી કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ https://gpsc.gujarat.gov.in પર તમામ માહિતી ધ્યાન થી વાંચી લેવી. આ આર્ટિકલ માં આપણે GPSC ભરતી 2023 ને લગતી તમામ માહિતીની ચર્ચા કરીશું.

GPSC ભરતી 2023

ભરતી સંસ્થાનું નામગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
આર્ટિકલનું નામGPSC ભરતી 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામDYSO, TDO અને અન્ય
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈ પણ માધ્યમથી ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જરૂરી છે

અરજીની ફી

GPSC ભરતી 2023 માટે રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ ફી ચૂકવવાની નથી.

અગત્યની તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 15 જુલાઈ 2023
  • અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023

પરીક્ષા માળખું

  • પ્રાથમિક કસોટીમાં ૩૦૦ ગુણમાંથી જે ગુણ મેળવેલ હશે તેના ૫૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના ૫૦% ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે પસંદગી કરવામાં આવશે. એટલે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતનાં અનુક્રમે ગુણ ૩૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેઇટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં ૧૦૦ ગુણના ૧૦૦ પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા ૨૦૦ ગુણના ર૦૦પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. (સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં ૧૫% થી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.
  • પ્રાથમિક કસોટીમાં ૨૦૦ ગુણના ૨૦૦ પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે. ઉમેદવારોની આખરી પસંદગી પ્રાથમિક કસોટીમાં ૨૦૦ ગુણમાંથી મેળવેલ ગુણનાં ૫૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના ૫૦% ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે. એટલે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ ૨૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેઇટેજ આપવામાં આવશે. સદરહુ જાહેરાતોમાં ઉમેદવાર પ્રાથમિક કસોટીમાં ૨૫% થી ઓછા ગુણ મેળવશે તો તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં. જયારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવારો ૨૦% થી ઓછા ગુણ મેળવશે તો તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.
  • જાહેરાત ક્રમાંક ૪૨/૨૦૨૩-૨૪ માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષા નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૦૬ (છ) ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આ જાહેરાત વર્ગ-૩ની હોઈ રૂબરૂ મુલાકત યોજવાની થતી નથી. બધી જ જાહેરાતો માટે પસંદગી યાદી મેરીટના આધારે આખરી કરવામાં આવશે. આખરી પરિણામ વખતે જ ઉમેદવારે મેળવેલ આખરી ગુણ જાહેર કરવામાં આવશે.

ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓ

  • ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી.
  • ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલો કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.
  • જો ઉમેદવાર સિવાયનો ફોટો કે સહી હશે તો અન્ય કોઈ પૂરાવા માન્ય ગણાશે નહીં અને ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
  • ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી “Editable” છે. કન્ફર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં ક્ષતિ ભૂલ ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના “Onlinc Application” મેનુમાં “Edit” વિકલ્પમાં જઇને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય સુધીમાં કોઇ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં.
  • જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.
  • તે ઉપરાંત ઓનલાઇન કન્ફર્મ થયેલ અરજીપત્રક (Ăpplication Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.
  • (૬) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે.
  • બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.
  • ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.
  • ઉમરનાં પુરાવા માટે SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. ANNEXURE-‘A’ (ENGLISH) માન્ય ગણાશે નહીં. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થીં નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ) જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.
  • બિન-અનામત વર્ગનાં ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૧.૦૮.૨૦૨૩ સુધીમાં જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે. –
  • ઉમેદવારોને ખાસ સલાહ્ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ-૩૧-૦૭-૨૦૨૩ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા અને ઓનલાઇન અરજી Confirm કરવા જણાવવામાં આવે છે.
  • ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચુક થયેથી ઉમેદવાર જ જવાબદાર રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp