Trending ApplyOnline Updates

12th Pass Government Job 2023 : 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક, પગાર ₹ 69,100 સુધી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

12th Pass Government Job 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

12th Pass Government Job 2023 । 12th Pass Gujarat Sarkari Naukari 2023

સંસ્થાનું નામસરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ02 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ02 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.svnit.ac.in/

12th Pass Government Job 2023 મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા દ્વારા 02 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 02 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 નવેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા દ્વારા જુનિયર આસિસ્ટન્ટ, ડેપ્યુટી લાઈબ્રરીયન તથા મેડિકલ ઓફિસરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

SVNITની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સંસ્થા દ્વારા માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટરૂપિયા 21,700 થી 69,100 સુધી
ડેપ્યુટી લાઈબ્રરીયનરૂપિયા 78,800 થી 2,09,200 સુધી
મેડિકલ ઓફિસરરૂપિયા 56,100 થી 1,77,500 સુધી

12th Pass Government Job 2023 લાયકાત:

મિત્રો, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
જુનિયર આસિસ્ટન્ટધોરણ- 12 પાસ અથવા તેની સમકક્ષ
ડેપ્યુટી લાઈબ્રરીયનપુસ્તકાલય વિજ્ઞાન / માહિતી વિજ્ઞાન / દસ્તાવેજીકરણમાં માસ્ટર ડિગ્રી
મેડિકલ ઓફિસરMBBS અથવા તેની સમકક્ષ

વયમર્યાદા:

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની વયમર્યાદા અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પોસ્ટનું નામઓછામાં ઓછી વયમર્યાદાવધુમાં વધુ વયમર્યાદા
જુનિયર આસિસ્ટન્ટ18 વર્ષ27 વર્ષ
ડેપ્યુટી લાઈબ્રરીયન18 વર્ષ50 વર્ષ
મેડિકલ ઓફિસર18 વર્ષ35 વર્ષ

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

પસંદગી પ્રક્રિયા:

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની ફાઇનલ પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે.

અરજી ફી:

SVNITની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, મહિલા, પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SVNIT ની સત્તાવાર વેબસાઈટ https://svnitntrecruitment.mastersofterp.in/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
  • તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે પ્રિન્ટ સાથે તમામ પુરાવાઓ તથા દસ્તાવેજો જોડી દો અને સંસ્થાના સરનામે ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટથી મોકલી દો.
  • અરજી ફોર્મ મોકલવાનું સરનામું – ડેપ્યુટી રજીસ્ટ્રાર (એસ્ટાબ્લિશમેન્ટ), સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઈચ્છાનાથ, ડુમસ રોડ, સુરત – 395 007, ગુજરાત છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની 12, ડેપ્યુટી લાઈબ્રરીયનની 01 તથા મેડિકલ ઓફિસરની 01 જગ્યા ખાલી છે.

12th Pass Government Job 2023 અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓહવે જોડાઓ
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp