WhatsApp Channels New Features Launched : વોટ્સએપમાં આવી ગયું નવું ફિચર વોટ્સએપ ચેનલ, હવે વોટ્સએપમાં પણ ચેનલ બનાવી શકાશે વોટ્સએપ દ્વારા એક ખુબ જ ઉપયોગી ફીચર ઉમેરવામાં આવ્યું છે જેનુ નામ છે વોટ્સએપ ચેનલ, આ નવી અપડેટથી લોકોને ગણો ફાયદો થશે. ટેલીગ્રામ ની જેમ હવે વોટ્સએપ ચેનલમાં તમે ચેનલ જોઈ શકશો અને તેને ફોલો કરીને નવી અપડેટ મેળવી શકશો.
Table of Contents
WhatsApp Channels New Features Launched
મેટાએ હાલમાં જ Whatsapp ચેનલ્સ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમારી પોતાની Whatsapp ચેનલ બનાવી શકાય છે. આ પછી સામાન્ય યુઝર્સ તમારી ચેનલમાં જોડાઈ શકે છે. આ કંઈક અંશે ટેલિગ્રામ જેવું છે. જો કે, આ ચેનલમાં ફક્ત એડમિનિસ્ટ્રેટર્સ જ મેસેજ મોકલી શકશે અને સામાન્ય યુઝર્સ ફક્ત તે મેસેજ પર પ્રતિક્રિયા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, આ ફીચર હજુ સુધી સામાન્ય યુઝર્સ માટે સંપૂર્ણ રીતે રોલઆઉટ કરવામાં આવ્યું નથી.
વોટ્સએપ ચેનલ કઈ રીતે બનાવવી?
- સૌથી પહેલા તમારુ WhatsApp અપડેટ કરો.
- પછી તમે ચેનલ્સ વિકલ્પ જોઈ શકશો.
- તેની સામે + આઇકન પર ટેપ કરવું.
- આ પછી ચેનલ્સ શોધો એટલે તમને નવી ચેનલ દેખાશે.
- જેમાં તમારે ન્યૂ ચેનલ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે.
- આ પછી એક નવું પેજ ખુલશે.
- જેમાં તમારે Continue વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
- આ પછી તમારે ચેનલનું નામ આપવું અને બાકીની તમામ ની વિગતો ભરવાની રહેશે.
- તેમજ પ્રોફાઈલ ફોટો પણ અપલોડ કરવાનો રહેશે.
- આ પછી તમારે ક્રિએટ ચેનલ પર બટન પ્રેસ કરવાનું રહેશે.
- જે બાદ તમારી પોતાની ચેનલ બની જશે.
વોટ્સએપ ચેનલમાં મોબાઈલ નંબર નહિ દેખાય
વોટ્સએપે ખાસ ધ્યાન લોકોની પ્રાઈવસી પર આપ્યું છે, એટલે કે વોટ્સએપ ચેનલને લોકો જયારે ફોલો કરે છે ત્યારે તેનો મોબાઈલ નંબર કે અન્ય કોઈ પણ માહિતી કોઈ વ્યક્તિ જોઈ શકતું નથી. ચેનલમાં ખાલી કુલ ફોલોવર દેખાશે અને કેટલાક બટન દેખાશે જેવા કે ફોરવર્ડ અને શેર બટન.
મહત્વપૂર્ણ લિંક્સ
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |