ApplyOnline Trending Updates

Talati Cum Mantri Final Select List Declared : તલાટી કમ મંત્રીનું ફાઇનલ સીલેકટ લીસ્ટ જાહેર, વધુ માહિતી માટે અહીં જુઓ…  

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Talati Cum Mantri Final Select List Declared : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીનું ફાઇનલ સીલેકટ લીસ્ટ જાહેર કરવામાં આવેલ છે.પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશનના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

Talati Cum Mantri Final Select List Declared :

મંડળનું નામગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
જાહેરનામા ક્રમાંક૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-૩)
આર્ટિકલનું નામTalati Cum Mantri Final Select List Declared
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
સીલેક્સન લીસ્ટpdf ફાઈલમાં
સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/

તલાટી કમ મંત્રીનું ફાઇનલ સીલેકટ લીસ્ટ :


પંચાયત વિભાગના ૨૭-૧૨-૨૦૨૧થી આપવામાં આવેલા માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ/કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.આ સંવર્ગની મંડળની જાહેરાત અન્વયે યોજવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા બાદ મંડળ ધ્વારા આખરી કરવામાં આવેલી ફાઇનલ આન્સર કીને આધારે મંડળ ધ્વારા પ્રસિધ્ધ કરાયેલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ અને એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને તે પરત્વેના મંડળના નિર્ણય અનુસાર આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.


આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે અને ત્યાર બાદ જ સંબંધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે. આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી જો કોઇ ઉમેદવાર સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો તે કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર ક્રમાંકઃ- એઓએ/૧૦૮૮/૩૯૪૦/ગ-ર તા ૦૮-૧૧-૧૯૮૯ની જોગવાઇ મુજબ ઉમેદવારે હાલના ફરજની કચેરીની સક્ષમ સત્તાધિકારીએ ઇસ્યુ કરેલ “ના વાંધા પ્રમાણપત્ર (NOC)” નિમણુંક સત્તાધિકારીને નિમણૂંક મેળવતા પૂર્વે રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

તલાટી કમ મંત્રીનું ફાઇનલ સીલેકટ લીસ્ટ જાહેર :


આ જાહેરાતના હેતુ માટે દિવ્યાંગ ઉમેદવારો તથા માજી સૈનિક ઉમેદવારો સિવાયના અન્ય કેટેગરી (General/EWS/SEBC/SC/ST)ના તમામ ઉમેદવારો માટેલઘુતમ લાયકી ધોરણ (Minimum qualifying Standard) મંડળ ધ્વારા 26.170/100 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે. આ જાહેરાતના હેતુ માટેના આ ફાઇનલ સીલેકટ લીસ્ટના કેટેગરી વાઇઝ કટ-ઓફ માર્કસ આ લીસ્ટના અંતમાં દર્શાવવામાં આવેલ છે.

આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા ૧૩-૦૮-૨૦૦૮ તેમજ તા ૧૮-૦૩-૨૦૧૬ ના ઠરાવથી નકકી કરેલ અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર બેઝીક જાણકારી અંગેના સરકારશ્રી ધ્વારા નિયત કરેલ કોર્ષના ઉલ્લેખ સાથેનું માન્ય પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પૂર્વે નિમણુંક સત્તાધિકારીને રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે. આ જાહેરાતના હેતુ માટે Person with Benchmark Disability (દિવ્યાંગ) ઉમેદવારો તથા માજી સૈનિક (Ex-Serviceman) ઉમેદવારો માટે લઘુતમ લાયકી ધોરણ (Minimum qualifying Standard) મંડળ ધ્વારા 13,085/100 માર્કસ નિર્ધારીત કરવામાં આવેલ છે.

સૂચનાઓ :

  • આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં કોઇપણ ઉમેદવારનો સમાવેશ થવા માત્રથી નિમણુંક માટેનો કોઇપણ પ્રકારનો હક્ક કે અધિકાર ઉમેદવારની તરફેણમાં થયેલ હોવાનું ગણાશે નહી કે ઉમેદવાર આ અંગે નિમણુંક માટેનો દાવો કરી શકશે નહી.
  • આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ નિયમ-૧૪ની જોગવાઇ અન્વયે મંડળ સમક્ષ રૂબરૂ બોલાવીને ઉમેદવારોને ઉમેદવારની સીલેકશન કેટેગરી પ્રમાણે રૂબરૂમાં (ઓન સ્ક્રીન) જિલ્લા ફાળવણી ઉમેદવારોનો ક્રમ આવે ત્યારે જે તે સીલેકશન કેટેગરીની ખાલી જગ્યા ઉપર મેરીટક્રમ આધારે કરવામાં આવશે.
  • આ પરત્વે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પત્રથી મંડળને મળેલ સુચના મુજબ પંચાયત સેવા વર્ગ-૩ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીના રાઉન્ડ પૂર્ણ થયા બાદ જિલ્લાઓ પાસેથી રીવાઇઝ માંગણાપત્રક મેળવ્યા બાદ સીધી ભરતી અંગેની જિલ્લા પસંદગીની કાર્યવાહી હાથ ધરવાની રહેતી હોઇ આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને જિલ્લા પસંદગી (ફાળવણી) કરવા અંગેની જાહેરાત અને કાર્યક્રમ પંચાયત વિભાગ પાસેથી રીવાઇઝડ માંગણા પત્રક મળ્યા બાદ મંડળ ધ્વારા હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.
  • જિલ્લા ફાળવણી કાર્યક્રમની જાણ ઉમેદવારોને તેના રજીસ્ટર્ડ ઇ-મેઇલ ઉપર કરવામાં આવશે. જેથી દરેક ઉમેદવારે મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in તેમજ પોતાના ઇ મેઇલ જોતા રહેવા જણાવવામાં આવે છે.
  • જે ઉમેદવાર જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં તેને ફાળવેલ તારીખ- સમયે ગેરહાજર (Absent) રહેશે, તે ઉમેદવારની ઉમેદવારી કાયમી પણે પરત ખેંચી લીધેલ હોવાનું ગણાશે અને આ બાબતનો કોઇ વાંધો કે વિરોધ મંડળ ધ્વારા ત્યારબાદ ધ્યાને લેવામાં આવશે નહીં તેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિંક્સ :

ફાઈનલ સેલેક્સન લીસ્ટઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp