ApplyOnline Trending Updates

સરકારી યોજના : Sukanya Samriddhi Yojana 2023 : સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | અહીંથી વાંચો સંપૂર્ણ માહિતી..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

સરકારી યોજના : Sukanya Samriddhi Yojana 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 | બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના 22 જાન્યુઆરી 2015 માં શરૂ કરી હતી આ યોજના આપણા દેશમાં બાળકીની સમૃદ્ધિ માટે  છે તેમના મુખ્ય ભવિષ્ય ના ખર્ચ જેવા કે શિક્ષણ અને લગ્ન ના સમયે સહાય કરવા માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજના નો ઉદ્દેશ છે.

Sukanya Samriddhi Yojana 2023

યોજનાનું નામસુકન્યા સમૃદ્ધિ યોજના 2023 ( Gujarat Sukanya Samriddhi Yojana 2023 )
લાભાર્થીઓગુજરાતની તમામ દીકરીઓ
માહિતીની ભાષાગુજરાતી
યોજનાનો હેતુગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ કોણ લઈ શકે?

  • ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઇ શકે છે
  •  એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે 
  • અપવાદરૂપે જો જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદમાં તમે બંને નું ખાતું ખોલાવી શકો છો
  •  પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતુ ખોલાવી શકાય છે ખાતુ ખોલાવવાની ઓછામાં ઓછી 250 રૂપિયા થી ખાતું ખોલાવી શકાય છે 
  • માતા પિતા બંનેમાંથી કોઈ પણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે
  •  10 વર્ષની વય થયા પછી દીકરી જાતે જ ખાતુ ચલાવી શકે છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર  એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકો છો 

સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટની યાદી

  • બાળકી નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા વાલીનો સરનામાનો પુરાવો
  • માતા પિતા વાલીનું ઓળખનો પુરાવો
  • બાળક અને માતા પિતા વાલીના ત્રણ ફોટા
  • પાનકાર્ડ અને માતા-પિતા વાલીની આધાર કાર્ડ ની ઝેરોક્ષ

સુકન્યા સમૃદ્ધિ યોજના ની પ્રક્રિયા :-

  • આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ  1,50,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો.
  • તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
  • આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
  • જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
  • જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.
  • જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
  • આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.
  • માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે.  આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે જણાવ્યું હતું.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેવી રીતે ખોલશો ખાતું?

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

  • ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો. .
  • પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.
  • પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદાઓ :-

  • સરકાર સૌથી વધારે વ્યાજ દર પી.પી.એફ એકાઉન્ટમાં આપતી હોય છે જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પી.પી.એફ એકાઉન્ટ થી વધારે વ્યાજ દર આપે છે
  • ભારત સરકાર વાર્ષિક ધોરણે વ્યાજ દરની જાહેરાત કરશે એટલે કે દર વર્ષે અલગ વ્યાજ દર હોઈ શકે છે
  • બાળકી ની ઉંમર 18 વર્ષની થાય ત્યારે ૫૦ ટકા સુધીની આંશિક ઉપાડ ની સુવિધા અને ૨૧ વર્ષની ઉંમર બાદ ખાતું બંધ કરી શકાય છે
  • કલમ ૮૦-સી અંતર્ગત income tax માંથી કર રાહતનો લાભ મેળવી શકાય છે
  • બાળકીના મૃત્યુના કિસ્સામાં એકાઉન્ટ બંધ થઈ જશે અને બેલેન્સ ની રકમ ઉપાડેલ વ્યાજની સાથે માતા-પિતા અથવા કાનૂની વાલીને ચૂકવવામાં આવશે

મહત્વપૂર્ણ લિંક :

સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ Sbi ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સરકારી માહિતીના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
Sukanya-Samriddhi-Account-Excel-calculatorDownload
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા પૈસા જમા કરાવી શકો ?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે વર્ષે ઓછામાં ઓછું રૂ. 250 અને વધુમાં વધુ  1,50,000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે ?

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ Sbi અને પોસ્ટ ઓફિસ પરથી આપવામાં આવશે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp