Std 10 July purak 2023 Exam Marks Download : ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા તમામ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ/વાલીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ધોરણ-૧૦ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા જુલાઇ-૨૦૨૩ નું પરિણામ તારીખ ૨૮/૦૭/૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. પરિણામ બાદ ગુણચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા (Change/No Change) દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવેલ છે.
Std 10 July purak 2023 Exam Marks Download | ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | Std 10 July purak 2023 Exam Marks Download |
જુલાઈ પુરક પરીક્ષા તારીખ પરિણામ | 28/07/2023 |
ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ | તા.21/07/2023 થી તા.30/08/2023 સુધી |
આર્ટિકલ ની કેટેગરી | Sarkari Result , Result |
GSEB Full Form | Gujarat Secondary and Higher Secondary Education Board |
સત્તાવાર વેબસાઈટ | gseb.org |
ધોરણ 10 જુલાઇ પૂરક 2023 પરીક્ષાના પરિણામની ગુણ ચકાસણીના જવાબો ડાઉનલોડ
અરજી કરેલ ઉમેદવારે પોતાનો રીપોર્ટ બોડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પરથી તા.૨૧/૦૮/૨૦૨૩ થી તા.૩૦/૦૮/૨૦૧૩ સુધી તેમના દ્વારા કરવામાં આવેલ અરજીની વિગતો (Seat Number, Mobile Number અને Password) એન્ટર કરી, લોગ-ઇન થઇ, ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે. વધુમાં જણાવવાનું કે ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક/પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે.
શાળાઓએ આ ગુણપત્રક/પ્રમાણપત્રક સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક/પ્રમાણપત્રક પરત મેળવી બોર્ડની કચેરી “SSC(માધ્યમિક)” શાખામાં જમા કરાવવાના રહેશે. ઉમેદવારોએ ગુણચકાસણી રીપોર્ટ ફકત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પધ્ધતિ અમલમાં નથી.જેની શાળાના આચાર્યશ્રીઓ,વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓને નોંધ લેવા વિનંતી.
મહત્વપૂર્ણ લિંક્સ :
ઓફિસિઅલ જાહેરનામું વાંચો | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |