Staff Nurse Exam Reselling And Waitting list Declared :ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યક્ષેત્ર હેઠળની વર્ષ ૨૦૨૧-૨૨માં થયેલ ભરતી પ્રક્રિયામાં રીશફલીંગ માટેના કર્મચારી/ઉમેદવારો માટેની રીશફલીંગ- જે તે સંવર્ગમાં ૨૦૨૧-૨૨ની ભરતી પ્રક્રિયામાં અગાઉ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમન્ડેશન કમ ડિસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટ તથા એડન્ડમ ડિસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટમાં સમાવેશ કરાયેલ હોય તેવા ઉમેદવારોને મૂળ જિલ્લા ફાળવણીમાં જિલ્લો ફાળવેલ હોય તેવા ઉમેદવારો હાલમાં ૨૦૨૧-૨૨ની ભરતી અન્વયે જે તે સંવર્ગમાં જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારોનો રીશફલીંગ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવશે.
Table of Contents
Staff Nurse Exam Reselling And Waitting list Declared
વિભાગનું નામ | GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR |
આર્ટિકલનું નામ | Staff Nurse Exam Reselling And Waitting list Declared |
જાહેરાત ક્રમાંક | ADVT NO.2/2021-22 |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result |
રીશફલીંગ તથા વેઇટીંગ લીસ્ટ | pdf ફાઈલમાં |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
સ્ટાફ નર્સ રીશફલીંગ તથા વેઇટીંગ લીસ્ટ માં સમાવિષ્ટ ઉમેદવારો માટે જિલ્લા ફાળવણી કાર્યક્રમ
- ઉપરોકત ઉમેદવારો હાલ જે કચેરીમાં ફરજ બજાવે છે, તે કચેરીના વડાનું ઉમેદવાર હાલ નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર રીશફલીંગ પ્રક્રિયામાં ભાગ લેતા સમયે ઉમેદવારે અસલમાં રજુ કરવાનું રહેશે.
- આવુ પ્રમાણપત્ર સાથે નહીં લાવેલ હોય તેવા ઉમેદવારોને રીશફલીંગ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે નહિ, જેની સર્વે નોંધ લેવી.
ઉમેદવારોએ આપેલ તારીખ-સમયે સમયસર હાજર રહેવું, વિલંબથી આવનાર ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ. - ઉમેદવારોએ પ્રથમ સમયસર હાજર થઇ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. ઉમેદવારે સ્વખર્ચે આવવાનું રહેશે. તેમજ પોતાના ઓળખના પુરાવા (અસલ તથા ઝેરોક્ષ નકલ) સાથે લાવવાના રહેશે. તેમજ નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર સાથે લાવાવનું રહેશે.
- કોઇ કારણસર સબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યકિતને હાજર રાખી શકશે.
- સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો ફોટો અને જેને અધિકાર આપેલ છે તે વ્યકિતનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ.
- સદર અધિકૃત કરેલ વ્યકિત ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સબંધિત કર્મચારી/ઉમેદવારને બંધનકર્તા રહેશે. અધિકૃત કરેલ વ્યકિતએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવી.
- રીશફલીંગ કાર્યક્રમ માટેના ઉમેદવારે તેઓને આપવામાં આવેલ અસલ નિમણુંક હુકમ (ઝેરોક્ષ નકલ સાથે) લાવવાના રહેશે, તથા કલર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે.
- રીશફલીંગ કાર્યક્રમ માટેના ઉમેદવારે તેઓ હાલ જે કચેરીમાં ફરજ બજાવે છે, તે કચેરીના વડાનું ઉમેદવાર હાલ નોકરીમાં ચાલુ હોવા અંગેનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે. પ્રમાણપત્રનો નમુનો સામેલ છે.
- રીશફલીંગ કાર્યક્રમમાં જે કોઇ પણ ઉમેદવાર હાજર રહેશે નહી તો તેઓને અગાઉ ઓનસ્ક્રિન ફાળવવામાં આવેલ
જિલ્લામાં તેઓ કોઇ ફેરફાર કરવા માંગતા નથી, તેમ માનીને આગળની જરુરી કાર્યવાહી કરવામાં આવશે. - રીશફલીંગ કાર્યક્રમમાં ઉમેદવારનો ક્રમ આવે ત્યારે જે જિલ્લામાં જે તે કેટેગરીની ખાલી જગ્યા પૈકી ઉમેદવારે પસંદગી કરવાની રહેશે. રીશફલીંગ કાર્યક્રમ પૂર્વે ખાલી જગ્યાઓની માહિતી દર્શાવતું પત્રક હવે પછી મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે.
એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ)માં સમાવિષ્ટ કર્મચારી/ઉમેદવારો માટે જિલ્લા પસંદગી (ફાળવણી) અંગેની વિગતવાર સૂચના
- પ્રસ્તુત સંવર્ગમાં મંડળ ધ્વારા પ્રથમ રીશફલીંગ પ્રક્રિયા ધ્વારા મંડળના અગાઉના ફાઇનલ સીલેકટ લીસ્ટ અને રેકમન્ડેશન કમ ડીસ્ટ્રીકટ એલોટમેન્ટ લીસ્ટના ઉમેદવારોને જિલ્લા પુનઃ ફાળવણી(રીશફલીંગ) કર્યા બાદ બાકી રહેતી જગ્યાઓ ઉપર એડીશનલ ફાઇનલ સીલેકટ લીસ્ટ(વેઇટીંગ લીસ્ટ)ના ઉમેદવારોને ઓનસ્ક્રિન જિલ્લા ફાળવણી મેરીટ ક્રમાનુસાર જિલ્લાવાર ઉપલબ્ધ જગ્યા અનુસાર કરવામાં આવશે.
- ઓનસ્ક્રીન જિલ્લા ફાળવણી માટે જ્યારે ઉમેદવારનો ક્રમ આવે ત્યારે તે સમયે ઉમેદવાર ફરજિયાત પણે હાજર હોવા જોઇએ, અને જો તે સમયે કોઇ ઉમેદવાર હાજર રહેશે નહિ તો, તેવા ઉમેદવારે પોતાની ઉમેદવારી કાયમી પણે પાછી ખેંચી લીધી હોવાનું ગણાશે અને ત્યારપછી તે બાબતમાં કોઇપણ દાવો અથવા વિવાદ ગ્રાહ્ય રખાશે નહિ.
- કોઇ કારણસર સબંધિત ઉમેદવાર જાતે હાજર રહી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિમાં ઓથોરીટી લેટર સાથે અધિકૃત કરેલ વ્યકિતને હાજર રાખી શકાશે.
- સદર ઓથોરીટી લેટર ઉપર ઉમેદવારનો અને જેને અધિકાર આપેલ છે તે વ્યકિતનો ફોટો ચોટાડેલ હોવો જોઇએ અને સદર બંને ફોટા ઉપર સબંધિત ઉમેદવારે સહી કરેલ હોવી જોઇએ. સદર અધિકૃત કરેલ વ્યકિત ધ્વારા કરવામાં આવેલ કાર્યવાહી સબંધિત ઉમેદવારને બંધનકર્તા રહેશે.
- અધિકૃત કરેલ વ્યકિતએ પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવાની રહેશે. ઉમેદવારે પોતાના ઓળખપત્રની અસલ અને ઝેરોક્ષ નકલ સાથે રાખવાની રહેશે, તથા પાસપોર્ટ સાઇઝના ૦૨ ફોટોગ્રાફ
સાથે લાવવાના રહેશે. - તેમજ પોતાના અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે.ઉમેદવારોએ આપેલ સમયે સમયસર હાજર રહેવું, વિલંબથી આવનાર ઉમેદવારની રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ. ઉમેદવારોએ પ્રથમ સમયસર હાજર થઇ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.
- હેલ્પલાઇન નં.(૧) ૮૭૫૮૮૦૪૨૧૨ (૨) ૮૭૫૮૮૦૪૨૧૭ (જે કચેરી કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦-૩૦ થી
સાંજે ૬-૦૦ સુધી ચાલુ રહેશે.) જો કોઇ કોર્ટકેસ પડતર હશે, તો નામ.હાઇકોર્ટના આખરી આદેશને આધિન ઉમેદવારને જિલ્લા ફાળવણી કરવામાં આવશે. - રીશફલીંગ પૂર્વે જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓની વિગતો દર્શાવતું પત્રક હવે પછી મંડળની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે.
- સદર જગ્યાઓ ઉપર પ્રથમ રીશફલીંગ કર્યા બાદ બાકી રહેતી જગ્યાઓ ઉપર વેઇટીંગ લીસ્ટના ઉમેદવારોને જિલ્લા પસંદગી (ફાળવણી) આપવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
રીશફલીંગ કાર્યક્રમ માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment