Updates Trending

સરકારી ભરતી માટેની ઉંમર મર્યાદામાં અપાઇ છૂટછાટ, જાણો કેટલી અપાઇ છૂટછાટ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

સરકારી ભરતી માટેની ઉંમર મર્યાદામાં અપાઇ છૂટછાટ, જાણો કેટલી અપાઇ છૂટછાટ કોવિડ મહામારીને કારણે ભરતી પાછી ઠેલાતા છૂટછાટ અપાઇ હતી જેને 31 ઓગસ્ટ 2023 સુધી એટલે કે 1 વર્ષ સુધી વધુ લંબાવી દેવાઈ છે.

  • સરકારી ભરતીને લઇ મોટી જાહેરાત 
  • ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવાઇ
  • ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ

સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર મળી રહ્યા છે. ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી દેવામાં આવી છે.ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ ગુજરાત સરકારે આપી છે. અગાઉ કોવિડ મહામારીને કારણે ભરતી પાછી ઠેલાતા  છૂટછાટ અપાઈ હતી. જેણે ફરી લંબાવી દેવામાં આવી છે 1 સપ્ટે 2022 થી એક વર્ષ સુધી ભરતીમાં નિયમ લાગુ પડશે, 31 ઓગસ્ટ 2023 સુધીની ભરતી માટે નિમ લાગુ પડશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

સરકારી ભરતી માટેની ઉંમર મર્યાદામાં અપાઇ છૂટછાટ

ભરતી માટેની ઉંમર મર્યાદામાં અપાઇ છૂટછાટ
ભરતી માટેની ઉંમર મર્યાદામાં અપાઇ છૂટછાટ


ઠરાવ: વર્ષ-૨૦૧૯-૨૦ તથા વર્ષ-૨૦૨૦-૨૧ Coid-19ની મહામારીના કારણે રાજ્ય સરકાર હેઠળની ઘણી બધી જગ્યાઓ પર સીધી ભરતી સ્થગિતરવામાં આવેલ છે. અથવા તો પાછી ઠેલવામાં આવેલ છે. જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઘણા બધા ઉમેદવારો મહત્તમ વયમર્યાદા વટાવી ચૂકેલ હોય તે બનવા જોગ છે.

Also View :

આ પણ વાંચો

ગુજરાત પોલીસની ‘સિટીઝન ફર્સ્ટ’ એપ , વધુ જાણો

મોબાઈલથી કમાણી કરો:દરરોજ 5000 રૂપિયા

વંચાણે લીધેલ સામાન્ય વહીવટ વિભાગના તા.૨૯/૦૯/૨૦૨૨ ના જાહેરનામાથી ગુજરાત જાહેર સેવા આયોગ તથા અન્ય ભરતી સત્તાઓ/એજન્સીઓ દ્વારા સીધી ભરતી કરવા પ્રસિધ્ધ કરાયેલ જાહેરાતોમાં ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપવાની જોગવાઇ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં નિયમ: 16(H) આમેજ કરવામાં આવેલ છે. સચિવાલયના તમામ વિભાગો, તેમના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ/કચેરીના વડાઓ અને અન્ય તમામ

નિમણૂકી સત્તાઓ તેમજ ભરતી સત્તાઓ અને ભરતી એજન્સીઓને આ જાહેરનામાની જોગવાઇ સંબંધે નીચે મુજબની સૂચના આપવામાં આવે છે.

૧. ઉક્ત જાહેરનામા સંદર્ભે મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ, તા.૧/૯/૨૦૨૨ થી તા.૩૧/૮/૨૦૨૩ સુધીના સમયગાળામાં પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતોના સંદર્ભમાં મહત્તમ વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ લાગુ પડશે.
૨. સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૯/૦૯/૨૦૨૨ ના ઉક્ત જાહેરનામાની જોગવાઇથી નીચે મુજબનો લાભ આપવાનો રહેશે.

(૧) જે જગ્યાના ભરતી નિયમોમાં ફક્ત સ્નાતકની શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓની સીધી ભરતી ઉક્ત સમયગાળામાં કરવામાં આવે તો મહત્તમ વયમર્યાદા ૩૬ વર્ષ ગણવાની તથા જે જગ્યાના ભરતી નિયમોમાં સ્નાતક કરતાં ઓછી હોઇ શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩૩ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓની સીધી ભરતી ઉક્ત સમયગાળામાં કરવામાં આવે તો મહત્તમ વયમર્યાદા ૩૪ વર્ષ ગણવાની રહેશે.

(ર) ઉક્ત જાહેરનામા સંદર્ભે મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી(સામાન્ય) નિયમ:-૮ ની પ્રવર્તમાન જોગવાઇ ઉપરાંતનો અને આ નિયમોની શરતોને આધીન આપવાનો રહે છે. એટલે કે, રાજ્ય સરકાર હેઠળ કેટેગરીઓ (SC/ST/OBC/EWS/Women)માં આરક્ષણનો લાભ મેળવતા ઉમેદવારોને વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ૪૫ વર્ષથી વધે નહિં તે મુજબ આપવાની રહેશે.

3.ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)નિયમો, ૧૯૯૮માં ઉક્ત સુધારા જાહેરનામા સંદર્ભે યોગ્ય સુધારા કરવા અંગે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને આથી સૂચના આપવામાં આવે છે.

આ પણ વાંચો-ફ્રી માં Netflix, Hotstar, Amazon Primeનુ સબ્સ્ક્રિપશન 1 વર્ષ

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp