Updates SarkariYojna Trending

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો મોબાઈલમાં @vahan.parivahan.gov.in

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો : ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વાહન નોંધણી પ્રમાણપત્ર (RC BOOK), વીમા કવચ, PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) સર્ટિફિકેટ અને ચલાવનારનું ડ્રાઈવિંગ લાયસન્સ દસ્તાવેજો ફરજીયાત છે. અને જે વાહન ચલાવતી વખતે સાથે રાખવા અથવા ડીજીલોકરમાં રાખવા જરૂરી છે.

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

પોસ્ટ નામPUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
વિભાગરોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકાર
સત્તાવાર વેબ સાઈટhttps://vahan.parivahan.gov.in
સુવિધાPUC ઓનલાઈન ડાઉનલો

PUCએ મોર્થ (MoRTH – Ministry of Road Transport and Highway) દ્વારા વાતાવરણમાં થતું પ્રદુષણ અટકાવવા તરફ એક કદમ છે. PUC દ્વારા તમારુ વાહન કેટલું પ્રદુષણ કરે છે તે તમામ માહિતી તેમાં આપવામાં આવે છે. હાલમાં દેશમાં ઘણા બધા PUC સેન્ટરો કાર્યરત છે જ્યાં તમે તમારા વાહનોની PUC કાઢવી શકો છો.

PUC એટલે શું?

PUC એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર

આ પણ વાંચો

ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022

PUC પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જયારે તમે PUC કઢાવવા જાવ ત્યારે વેબ કેમ દ્વારા તમારા બાઈકની પાછળની નંબર પ્લેટનો ફોટો પાડવામાં આવે છે અને સ્મોક પેરામીટરને કેપ્ચર કરે છે વાહનની માહિતી નાખવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન હોય છે તેથી તમે ગમે ત્યારે ઓનલાઈન PUC ડાઉનલોડ કરી શકો છો.

જયારે તમે નવું વાહન ખરીદી કરો ત્યારે કંપની દ્વારા 1 વર્ષ માટે PUC પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. એક વર્ષ વિત્યા પછી તમારા વાહનનું દર 6 મહીને PUC સેન્ટર ખાતે જઈને જરૂરી બાઈકના ટેસ્ટ આપીને PUC સર્ટીફીકેટ કઢાવવું જરૂરી છે. જો વાહન દ્વારા પ્રદુષણ નિધારિત મર્યાદા કરતા વધુ હોવાની જાણ થાય તો તેના આધારે તેના પ્રમાણપત્રની માન્યતા નક્કી કરવામાં આવે છે તેમજ વાહનની તમામ જાણકારી RTO કચેરીને આપવામાં આવે છે.

PUC પ્રમાણપત્રમાં આપવામાં આવતી માહિતી

  • PUC પ્રમાણપત્ર નંબર
  • વાહન નોંધણી નંબર
  • નોંધણીની તારીખ
  • મોબાઈલ નંબર
  • ઉત્સર્જન નામ
  • ફયુલનો પ્રકાર
  • PUC કોડ
  • PUC કઢાવ્યા તારીખ
  • PUC કઢાવ્યાનો સમય
  • PUCની માન્યતા તારીખ
  • વાહનની નંબર પ્લેટ
  • જે ટેસ્ટ કરવામાં આવ્યા એની માહિતી

PUC પ્રમાણપત્ર એટલે શું?

PUC પ્રમાણપત્ર એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ એ એક એવું સર્ટિફિકેટ છે કે જે વાહનો દ્વારા થતા પ્રદુષણને માપ્યા બાદ PUC સેન્ટર દ્વારા આપવામાં આવે છે. મોર્થ (MoRTH – Ministry of Road Transport and Highway) દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્રકારના ટેસ્ટ PUC સેન્ટર ખાતે લેવામાં આવે છે અને છેલ્લે એક પ્રમાણપત્ર આપવામાં આવે છે જે PUC સર્ટિફિકેટ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો

PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરવું?

PUC ઓનલાઈન ડાઉનલોડ કરતા પહેલા તમને જણાવીએ છીએ કે તામારા દ્વારા તમારા વાહનનું ટેસ્ટીંગ PUC સેન્ટર ખાતે કરાવેલ અને PUC કધાવેલ હોવી જરૂરી છે. ઓનલાઈન PUC સર્ટીફીકેટ તમને સોફ્ટકોપી ડાઉનલોડ કરી શકશો.

ચાલો તો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ સાઈટ પર જાઓ https://vahan.parivahan.gov.in
  • PUCC ઓપ્શન પર ક્લિક કરો
  • હવે પછી PUC Certificate મેનુ પર ક્લિક કરો
  • હવે રજીસ્ટ્રેશન નંબર લખો
  • કેસીસ નંબર લખો (છેલ્લા પાંચ આંકડા)
  • કેપ્ચા કોર્ડ નાખો
  • PUC Details બટન પર ક્લિક કરો
  • PUCમાં તમારી તમામ માહિતી દેખાશે જે તમે ડાઉનલોડ કરો અને પછી પ્રિન્ટ કરી લ્યો

મહત્વપૂર્ણ કડીઓ

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરોઅહિયાં ક્લિક કરો

આ પણ વાંચો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

PUC એટલે શું?

PUC એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ પ્રમાણપત્ર

PUC સર્ટિફિકેટ શું છે?

PUC પ્રમાણપત્ર એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ એ એક એવું સર્ટિફિકેટ છે કે જે વાહનો દ્વારા થતા પ્રદુષણને માપ્યા બાદ PUC સેન્ટર દ્વારા આપવામાં આવે છે.

તમે PUC સર્ટિફિકેટ માટે ક્યાં અરજી કરી શકો છો?

તમે કોઈપણ અધિકૃત પેટ્રોલ પંપ ખાતે આવેલ અથવા સ્વતંત્ર PUC કેન્દ્રો પર જઈને ટેસ્ટ કરાવી શકો છો. તમને તરત જ પ્રમાણપત્ર મળશે.

PUC સર્ટિફિકેટ શા માટે જરૂરી છે?

તમારું વાહન કેટલું પ્રદુષણ ફેલાવે છે તે દર્શાવતું સર્ટીફીકેટ એટલે PUC એટલા માટે જરૂરી છે

કયા વાહનોને PUC સર્ટિફિકેટની જરૂર છે?

ભારતીય માર્ગો પર દોડતા તમામ વાહનો માટે PUC પ્રમાણપત્ર જરૂરી છે

PUC સર્ટિફિકેટની માન્યતા શું છે?

નવા વાહનો સાથે આવે તેની 1 વર્ષની માન્યતા છે પરંતુ 1 વર્ષ બાદ કાઢવામાં આવતા PUCની માન્યતા 6 મહિનાની હોય છે.

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો મોબાઈલમાં @vahan.parivahan.gov.in
PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો મોબાઈલમાં @vahan.parivahan.gov.in
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp