PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવવાના છે. આ વખતે પીએમ મોદી કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. કેવડિયા ખાતે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
Table of Contents
PM Modi આવી રહ્યા છે કેવડિયા ગુજરાત
પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. પીએમ મોદીએ વર્ષ 2019, 2020, 2022માં એકતા પરેડમાં હાજરી આપીને દિપાવ્યો હતો. આ વર્ષે પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.
એકતા પરેડ
31 ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા પરેડમાં સી.આઈ.એસ.એફ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, એન.સી.સી, દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી કલ્ચરલ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે અનેક કલાકારો પણ પહોંચશે.
એરફોર્સ દ્વારા એકતા પરેડ દરમિયાન એર શૉ
ગયા વર્ષે પહેલીવાર એરફોર્સ દ્વારા એકતા પરેડ દરમિયાન એર શૉ પણ કરવામાં આવ્યો હતો. કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાતના ગરબા, કથક નૃત્ય અને પંજાબના ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જરૂરી લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |