Nayab Chintnis Khatakiy Exam Jahernamu : નાયબ ચીટનીશ (પંચાયત સેવા) ખાતાકીય પરીક્ષા નિયમો-૨૦૦૨ નિયમ-૩ નાં પેટા નિયમ-ખ-૧માં સુધારા કરવામાં આવેલ છે. ઉપરોકત છેલ્લા સુધારા વધારા સાથેના ખાતાકીય પરીક્ષા નિયમો અન્વયે નાયબ ચીટનીશ (પંચાયત સેવા)ની ખાતાકીય પરીક્ષા ૨૦૨૩-૨૪નું આયોજન હવે પછી મંડળ દ્વારા કરવામાં આવનાર છે. જે માટે યોગ્ય પાત્રતા/લાયકાત ધરાવતા કર્મચારીઓ પાસેથી નિયત અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તા ૩૧/૧૦/૨૦૨૩ રહેશે.
Nayab Chintnis Khatakiy Exam Jahernamu | નાયબ ચીટનીશ (પંચાયત સેવા) વર્ગ-૩ ખાતાકીય પરીક્ષા સને ૨૦૨૩-૨૦૨૪ નું જાહેરનામું
મંડળનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
આર્ટિકલનું નામ | Nayab Chintnis Khatakiy Exam Jahernamu |
આર્ટિકલની કેટેગરી | Answer Key, Sarkari Result |
પોસ્ટનું નામ | નાયબ ચીટનીશ (પંચાયત સેવા) વર્ગ-૩ |
નાયબ ચીટનીશ (પંચાયત સેવા) વર્ગ-૩ ખાતાકીય પરીક્ષા સને ૨૦૨૩-૨૦૨૪ નું જાહેરનામું | pdf ફાઈલમાં |
પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તા | ૩૧/૧૦/૨૦૨૩ |
ઓફિસિઅલ વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/index.htm |
નાયબ ચીટનીશ (પંચાયત સેવા) વર્ગ-૩ ખાતાકીય પરીક્ષા
- ઉપરોકત પરીક્ષા માટે ઉપર જણાવેલ છેલ્લાં સુધારા વધારા સાથેના નાયબ ચીટનીશ(પંચાયત સેવા)ની ખાતાકીય પરીક્ષાના નિયમો હેઠળ જરૂરી લાયકાત ધરાવતા કર્મચારીઓ નિયત અરજી ફોર્મ (પરિશિષ્ટ-ક) માં કરી શકશે. સદર પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તા.૩૧/૧૦/૨૦૨૩ રહેશે.
- આ પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા માટે તા.૩૧/૧૦/૨૦૨૩ મંડળ દ્વારા નિયત કરવામાં આવેલ છે. (૪) પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. તથા જાહેર થયેલ પરીક્ષાના કાર્યક્રમાં ફેરફાર કરવાનો હક્ક મંડળને રહેશે.
- આ ખાતાકીય પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા હોય અને નિયત લાયકાત/પાત્રતા ધરાવતા હોય તેવાં કર્મચારીઓએ ઉપરોકત નિયમોના નિયમ-૧૧ મુજબ પરિશિષ્ટ-“ક” ના નિયત અરજી ફોર્મમાં તેમની અરજી અસલમાં જરૂરી આધાર પુરાવા સાથે તા.૦૧/૦૯/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધીમાં જે તે જિલ્લા પંચાયતની મહેકમ શાખાને મોકલી આપવાની રહેશે.
- સદર પરીક્ષાના કોઇપણ પેપરમાંથી મુકિત મેળવેલ હોય તેવા કિસ્સામાં સંબધિત ઉમેદવારે તેના અરજી પત્રકના કોલમ-૬ માં તે પરીક્ષાનો બેઠક નંબર, મહિનો અને વર્ષ ઉપરાંત વિષયની વિગતો અને મેળવેલ ગુણની માહિતી દર્શાવવાની રહેશે અને તે અંગેના આધાર-પુરાવા અરજી સાથે જોડવાના રહેશે.
- અરજીપત્રકમાં કર્મચારીની યોગ્યતાનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીએ આપવાનું રહેશે. ઉકત કર્મચારીઓના અરજીપત્રક જિલ્લા પંચાયતની મહેકમ શાખામાં મળ્યા બાદ અને પૂરતી ચકાસણી કર્યા બાદ મહેકમ શાખા દ્વારા પરીક્ષામાં બેસનાર કર્મચારીઓની ડેટા એન્ટ્રી નિયત પત્રકમાં કરવાની રહેશે. જે ડેટા એન્ટ્રી માટેના પત્રકની નિયત નમુનો મંડળ દ્વારા તમામ જિલ્લા પંચાયતોને મોકલવામાં આવશે. આવી ડેટાએન્ટ્રીમાં કોઇ ભૂલ ક્ષતિ રહી ન જાય તે જોવાની જવાબદારી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેકમ) ની રહેશે.
- આ ખાતાકીય પરીક્ષામાં બેસનાર કર્મચારીઓની નિયત પત્રકમાં ડેટા એન્ટ્રી થયા બાદ તેની નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેકમ)ના સહી સિક્કાવાળી પ્રિન્ટેડ નકલ તથા તેની સોફટકોપી (સી.ડી/ પેનડ્રાઇવ)માં, ઉમેદવાર-કર્મચારીઓના અસલ અરજીપત્રક અને યોગ્યતાના પ્રમાણપત્ર સહિત સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને રૂબરૂમાં તા.૦૬-૧૧-૨૦૨૩ સોમવારનાં રોજ મોકલી આપવાના રહેશે.
- આ ખાતાકીય પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.
- ખાતાકીય પરીક્ષા માટે અરજી કરનાર તમામ કર્મચારીઓ આ ખાતાકીય પરીક્ષામાં ઉપસ્થિત રહે અથવા ગેરહાજર રહે તો પણ આ પરીક્ષા તેમના માટે “એક તક” ગણાશે.
- અરજી કર્યા બાદ જો કોઇ કર્મચારીનું નામ નિયમ-૧૧(૧) મુજબ પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ હોય અને તે કર્મચારી કોઇ કારણોસર પરીક્ષામાં બેસવા ઇચ્છતા ન હોય તો તેના કારણો સાથેની અસલ અરજી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મારફતે સચિવશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરને ખાતાકીય પરીક્ષા શરૂ થયાની તારીખથી ઓછામાં ઓછા ૩૦ દિવસ અગાઉ મોકલવાની રહેશે. અન્યથા આવા કર્મચારી માટે આ પરીક્ષા “એક તક” ગણાશે.
- (૧૫) આ ખાતાકીય પરીક્ષા માટે મંડળ દ્વારા પુસ્તકો પૂરાં પાડવામાં આવશે નહીં. ઉમેદવારોએ અભ્યાસક્રમના નિયત પુસ્તકોની વ્યવસ્થા જાતે કરવાની રહેશે, અથવા સંબંધિત જિલ્લા પંચાયત દ્વારા સદર વ્યવસ્થા કરવાની રહેશે.
- પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરનામા તા.૧૮/૯/૨૦૧૩ અન્વયે આ ખાતાકીય પરીક્ષાના પ્રશ્નપત્રોનું સ્વરૂપ હેતુલક્ષી (મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો) પ્રકારનું રહેશે, અને ઉમેદવારે ઓ.એમ.આર શીટમાં જવાબો લખવાના રહેશે. ઓ.એમ.આર શીટ મંડળ દ્વારા પૂરી પાડવામાં આવશે.
- ઉમેદવારોના બેઠક નંબર અને પરીક્ષા કેન્દ્રની વિગતો યોગ્ય સમયે જિલ્લા પંચાયતોને અત્રેથી મોકલવામાં આવશે.
- પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત મંડળની વેબસાઇટ ઉપર કરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
નાયબ ચીટનીશ (પંચાયત સેવા) વર્ગ-૩ ખાતાકીય પરીક્ષા સને ૨૦૨૩-૨૦૨૪ નું જાહેરનામું | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |