SarkariYojna Updates

નમો લક્ષ્મી યોજના 2024 : 10 લાખ કન્યાઓને મળશે રૂ.50,000/-ની સહાય

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

નમો લક્ષ્મી યોજના 2024 : રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને પોષણ, આરોગ્ય અને શિક્ષણમાં સહાયભૂત થવા માટે નમો લક્ષ્મી યોજના.નમો લક્ષ્મી યોજના અંતર્ગત સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરેથી દરેક કન્યાને કુલ રૂ.50,000/-ની સહાય મળશે

નમો લક્ષ્મી યોજના 2024

ધોરણ 9-10 માટે વાર્ષિક રૂ. 10,000/- (હાજરીના આધારે માસિક રૂ.500/- × 10 અને બાકી 50% ધોરણ 10 બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ બેંક ખાતામાં ડીબીટી મારફત આવશે).
.ધોરણ 11-12 માટે વાર્ષિક રૂ. 15,000/- (હાજરીના આધારે માસિક રૂ.750/- X 10 અને બાકી 50% ધોરણ 12 બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ બેંક ખાતામાં આવશે).

Namo Laxmi Yojana 2024

આ યોજનાથી ધોરણ 9 થી 12 માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે તેમજ માધ્યમિક કક્ષાએ કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે, તેમના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે જેનાથી તેમનું સશક્તિકરણ થશે.

આ યોજનાનો લાભ રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 10 લાખ કન્યાઓને મળશે.નિર્ધારીત કૌટુંબિક આવક મર્યાદાના આધારે આ યોજનાનાં લાભની પાત્રતા નક્કી કરવામાં આવશે.આ યોજના અંતર્ગત વર્ષ 2024-25માં અંદાજીત રૂ. 1,250 કરોડ ખર્ચનું અનુમાન કરવામાં આવેલ છે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp