MYSY Scholarship Registration 2022-23 | MYSY Scholarship Online 2022-23 | MYSY Scholarship 2022-23 For Student | MYSY Scholarship 2022-23 Eligibility
ગુજરાત સરકાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના ઘણાં સમય થી ચલાવી રહી છે. અને આ યોજનાથી રાજ્યોના ઘણાં બધાં વિદ્યાર્થીઓને લાભ પણ મળ્યો છે. આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકશો. એમાં અરજી કરવા માટે અરજદાર પાસે શું પાત્રતા હોવી જોઈએ. આવેદક પાસે કયા દસ્તાવેજ હોવા જોઈએ?, અરજદાર આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના માટે કેવી રીતે અરજી કરશે? તેની પ્રક્રિયા શું હશે આ પ્રકારની બધી જાણકારી અમે આ આર્ટિકલ માં આગળ આપી છે. તેના માટે તમારે આ લે ને છેલ્લે સુધી વાંચવું પડશે.
Table of Contents
MYSY Scholarship 2022-23 શું છે?
આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેમને એન્જિનિયરિંગ, અથવા મેડીકલ લાઈનમાં જોવું છે, તો આ બધાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં વિદ્યાર્થીઓને રૂપિયા 2 લાખ અથવા તેમની કોલેજની ટયૂશન ફી જેટલી શિષ્યવૃત્તિ મળશે. આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર પાસે 80% થી વધારે પર્સેન્ટાઇલ પણ હોવા જરૂરી છે. તો ચાલો આપણે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના વિષે હજુ માહીતી એકત્ર કરીએ.
MYSY Scholarship 2022-23 હેતુ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજનાનો એક હેતુ છે કે, ગુજરાત રાજ્યોના વિદ્યાર્થીઓને સારું ભરતણ મળી તે માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે. એના માટે ગુજરાત સરકાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવે છે.
MYSY Scholarship 2022-23 Overview
યોજના નું નામ: | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના |
યોજના નો લાભ: | આ યોજનાથી ગુજરાતના ગરીબ વર્ગના પરિવાર જેમની પાસે પોતાનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે કોઇ પણ રીતની આર્થિક સહાયતા નથી. એવાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર શિષ્યવૃત્તિ આપશે. |
યોજના નો હેતુ: | રાજ્યોના ગરીબ વર્ગના પરિવારને શિષ્યવૃત્તિ આપવી. |
અરજી કરવાની અંત્તિમ તારીખ: | 28/02/2023 (Date Extended) |
Official Website: | https://mysy.guj.nic.in/ |
Registration | Click Here |
Login | Click Here |
MYSY Scholarship 2022-23 Overview
MYSY Scholarship 2022-23 ની પાત્રતા
- અરજદાર કોલેજના પહેલા વર્ષમાં અથવા કોલેજમાં ભણતો હોવો જોઈએ.
- આ યોજના માટે અરજદાર ની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
- અરજી કરતી વખતે વિદ્યાર્થી પાસે એના પાછળના પરિક્ષાની માર્કશીટ હોવી જોઈએ.
- અરજદારના ધોરણ 10 માં 80% કે તેથી વધુ હોવા જોઈએ.
- અરજદાર ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
- અરજદાર પાસે ચાલુ વર્ષનો આવકનો દાખલો હોવો જોઇએ. ત્યારે જ અરજદાર આ યોજના માટે અરજી કરી શકશે.
MYSY Scholarship 2022-23 દસ્તાવેજ
- આવક નો દાખલો
- જાતિનો દાખલો
- આધાર કાર્ડ
- અરજદારનું સ્વ-ઘોષણા પત્ર
- અરજદારનું પ્રવેશ પત્ર
- અરજદારના કોલેજ ની ફી રશીદ
- અરજદારના હોસ્ટેલનું પ્રવેશપત્ર અને ફૂડ બિલ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
MYSY Scholarship 2022-23 ના લાભ
- આ યોજનામાં SC અને ST તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે.
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના નો લાભ કોલેજ કરતા વિદ્યાર્થીઓને જ મળશે.
- MYSY Scholarship 2022-23 નો લાભ ગરીબ વર્ગના પરિવારને મળશે.
- જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી,એવા વિધાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે.
- આ યોજનાનો લાભ B.E, ફાર્મસી, નર્સિંગ, MBBS એના સિવાય અન્ય ડિગ્રી કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે.
MYSY Scholarship 2022-23 Dates
આ યોજનામાં અરજી કરવાનું અત્યારે ચાલુ થઈ ગયેલ છે. આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે. અરજદારે છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દેવાની રહેશે.
MYSY Scholarship 2022-23 ના અનુદાનના પ્રકાર
ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળે તેની તમામ માહિતી નીચે મુજબ છે.
કોને કેટલી શિષ્યવૃત્તિ મળશે?
આ સ્કોલરશીપ યોજના હેઠળ જુદા-જુદા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળશે.
અભ્યાસક્રમ | સ્કોલરશીપની રકમ |
મેડીકલ અને ડેન્ટલ | રૂપિયા 2 લાખ સુધીની શિષ્યવૃત્તિ |
B.E, B.tech, B.pharm | રૂપિયા 50 હજાર સુધી |
ડિપ્લોમા કોર્સ | રૂપિયા 25 હજાર સુધી |
પુસ્તકો ખરીદવા માટે કેટલી શિષ્યવૃત્તિ મળશે?
આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ પુસ્તકોની ખરીદી માટે નીચે મુજબની રકમ મળશે.
અભ્યાસક્રમ | સ્કોલરશીપની રકમ |
મેડીકલ અને ડેન્ટલ | રૂપિયા 10,000/- સુધીની શિષ્યવૃત્તિ |
એન્જિનિયરિંગ જેવા કોર્સ | રૂપિયા 5 હજાર સુધી |
ડિપ્લોમા કોર્સ | રૂપિયા 3000 હજાર સુધી |
MYSY Scholarship 2022-23 ની અરજી કરવાની પ્રક્રિયા
- MYSY Scholarship 2022-23 માં અરજી કરવા માટે અરજદારને સૌથી પહેલાં એના ઓફિસિયલ વેબસાઈટ પર જોવું પડશે.
- ત્યાં તમને Home Page પર જ Register 2022-23 નું બટન મળશે. તેમાં ક્લિક કરો.
- જેમાં ક્લિક કરતા જ તમારી સામે ત્રણ ઓપ્શન ખુલી જશે, તેમાંથી તમારે Fresh Registration ના બટન પર ક્લિક કરી દેવાનું છે.
- ત્યાર બાદ તમારી સામે એક અરજી કરવાનું ફોર્મ ખુલી જશે. તેમાં જે પણ જાણકારી માંગેલી છે, તે સારી રીતે ભરી દો.
- ત્યાર બાદ Get Password ના બટન પર ક્લિક કરી દો.
- તેનાં પછી એક પાસવર્ડ આવી જશે તેમાંથી તમે લોગીન કરી શકો છો.
- આ રીતે તમે પહેલી વખત આ યોજના માટે આવેદન કરી શકો છો.
MYSY Scholarship 2022-23 ની Renew કરવાની પ્રક્રિયા
જો તમે આ યોજનામાં પહેલા પણ અરજી કરેલી છે અને તમે પાછા બીજી વખત કે ત્રીજી વખત અરજી કરવાના છો. તો તમારે એના માટે Renew Registration કરવું પડશે. આ Renew Registration તમે કેવી રીતે કરી શકો છો તેની માહીતી અહી નીચે મુદ્દામાં આપેલી છે.
- સૌથી પહેલાં અરજદારે MYSY ની Official વેબસાઈટ પર જવાનું છે.
- ત્યાર બાદ તમને Register 2022-23 નું બટન મળશે તેના પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમારી સામે ત્રણ ઓપ્શન ખુલી જશે તેમથી તમારે Renew Registration ના બટન પર ક્લિક કરવું છે.
- ત્યાર બાદ એક નવું પેજ ખુલ જસે તેમાં તેમાં તમને જે પણ માહીતી માંગેલી છે એ બધી માહીતી સારી રીતે ભરી દો અને ત્યાર બાદ સબમિટ કરી દો.
- આ રીતે તમે Renew Registration કરી સકો છો.
MYSY Scholarship 2022-23 ના પોર્ટલ પર લોગીન કરવાની પ્રક્રીયા
- એના માટે અરજદારે સૌથી પહેલાં MYSY નાં Official વેબસાઈટ પર જોવું પડશે.
- ત્યાં તમને હોમ પેજ પર જ લોગીન નું બટન મળશે તેનાં પર ક્લિક કરી દો.
- ત્યાર બાદ તમારી સામે એક લોગીન પેજ ખુલી જશે તેમાં તમારે યુઝર આઇડી અને પાસવર્ડ ભરવો પડશે.
- ત્યાર બાદ લોગીન ના બટન પર ક્લીક કરી દો.
કેવી રીતે MYSY Scholarship 2022-23 Status ચેક કરી શકાય?
- એના માટે અરજદારે આ યોજનાની ની Official વેબસાઈટ પર જોવું પડશે.
- ત્યાં તેમને હોમ પેજ પર જ Student status નું બટન મળશે તેનાં પર ક્લિક કરી દો.
- ત્યાર બાદ ઍક નવું પેજ ખુલસે તેમાં તમને જે પણ જાણકારી માંગી છે તેને સારી રીતે ભરી દો.
- અને પછી Get Student Details ના બટન પર ક્લીક કરી દો.
- ત્યાર બાદ તમને ખબર પડી જશે કે તમારી Scholarship ની અરજી ક્યાં સુધી પહોંચી છે.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના શું છે?
આ એક પ્રકાર ની Scholarship યોજના છે, જેમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળશે.
MYSY Scholarship 2022-23 માટે અરજી કરવાની અંત્તિમ તારીખ કઈ છે?
એમાં અરજી કરવાની છેલ્લી તારીખ 28/02/2023 છે.
MYSY Scholarship 2022-23 માટે અરજી કેવી રીતે કરવાની?
એના માટે અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.