Updates Trending

Manav Garima Yojana 2023 : માનવ ગરિમા યોજના 2023, ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Manav Garima Yojana 2023 : માનવ ગરિમા યોજના 2023 ઓનલાઇન અરજી | માનવ ગરિમા યોજના ઓનલાઈન અરજી કરો: નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી- વિમુક્ત જાતિઓના લાભાર્થીઓ નાના પાયાના સ્વતંત્ર વ્યવસાય કરી, સ્વરોજગારી મેળવી, આર્થિક રીતે પગભર બને તેવા હેતુંથી માનવ ગરીમા યોજના હેઠળ વિવિધ ટ્રેડના સાધનો (ટુલ કિટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે.સદરહું યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારઓ પાસેથી esamajkalvan.gujarat.gov.in પર તા.૧૫/૦૫/૨૦૨૩ થી તા.૧૪/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે. . હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો. આપણે બધા જાણીએ છીએ કે આ યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે પાત્રતાના માપદંડો, જરૂરી દસ્તાવેજો અને યોજનાના અન્ય તમામ પાસાઓ વિશે પણ જાણવું જોઈએ. હવે અમે આજે આ લેખમાં બધું પ્રદાન કર્યું છે.

માનવ ગરિમા યોજના 2023

યોજનાનું નામમાનવ ગરિમા યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીમાનવ ગરિમા યોજના ઓનલાઈન ફોર્મ 2023 અરજી કરો
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in/
છેલ્લી તારીખ14/06/2023
લાભકુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે

નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ની જે અરજીઓ જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ છે પરંતુ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ ન હોય તેવી અરજીઓને અરજદારોના વિશાળ હિતને ધ્યાનમાં લઇ સરકારશ્રી દ્વારા આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં કેરી ફોરવર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેથી તે અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહી.પરંતુ નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષયાંક સામે પૂરતા પ્રમાણમાં જાતીવાઇઝ અરજીઓ મળે તે માટે તે જિલ્લાઓમાં સંબન્ધિત જાતિઓના લોકો ઓનલાઇન અરજી કરી શકશે, જેની ખાસ નોંધ લેવી.

કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ પ્રદાન કરવામાં આવે છે. (સૂચિ નીચે મુજબ છે.)

● કડીયાકામ
● સેન્‍ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
● મોબાઇલ રીપેરીંગ
● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
● હેર કટીંગ (વાળંદ કામ)
● રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

માનવ ગરિમા યોજના માટે પાત્રતા માપદંડ

  1. માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે. હાર્ડ કોપી કચેરીમા આપવાની નથી. જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જ્યારે ઓરીઝનલ ડોક્યુમેન્ટ માંગવામા આવે ત્યારે બતાવવાના રહેશે.
  2. અરજીમાં સંપુર્ણ માંગેલ વિગતો ભરેલ નહી હોય અથવા અધુરા દસ્તાવેજો વાળી અરજી હશે તો તે આપોઆપ રદ (નામંજુર) ગણાશે.
  3. અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.
  4. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/- થી વધુ હોવી જોઇએ નહી.
  5. વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહી.
  6. અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  7. અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઇ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઇએ નહિ.
  8. આ યોજનનો લાભ કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.
  9. ઓનલાઇન અરજીમાં અરજદારે પોતાના અથવા કુટુંબના વ્યક્તિનો મોબાઇલ નંબર આપવાનો રહેશે. તથા મોબાઇલ ચાલુ સ્થિતિમા રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો મોબાઇલ નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે.
  10. અરજદાર દ્વારા ઓનલાઇન કરેલ અરજીનું સ્ટેટ્સ જાણવા વેબસાઇટ જોતા રહેવું.
  11. અરજી મંજુર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે. જે અંગે બીજો કોઇ હક્કદાવો કરી શકશે નહીં.
  12. જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા મંજુર કરેલ અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓ પસંદ કરવામા આવશે. કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓને જ સાધનો (ટુલ કિટ્સ) આપવામા આવશે.
  13. માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામકશ્રી/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, વિકસતી જાતિ)ની કચેરીમાંથી પણ મળી રહેશે.
  14. માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

માનવ ગરિમા યોજના ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • બેંકની વિગત
  • બેંક પાસબુક
  • BPL પ્રમાણપત્ર
  • કોલેજ આઈડી પ્રૂફ
  • આવકનું પ્રમાણપત્ર
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • રહેણાંક પ્રમાણપત્ર
  • SC જાતિ પ્રમાણપત્ર
  • મતદાર આઈડી કાર્ડ

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

  • સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટની પ્રથમ મુલાકાત લો
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • હોમ પેજ પર, તમારે પોતાને રજીસ્ટર કરો પર ક્લિક કરવાની જરૂર છે
  • હવે તમારી સમક્ષ એક નવું પેજ પ્રદર્શિત થશે. આ નવા પેજ પર, તમારે તમારું નામ, જાતિ, જન્મ તારીખ, આધાર કાર્ડ, નંબર ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા કોડ વગેરે જેવી વપરાશકર્તા નોંધણીની વિગતો દાખલ કરવાની રહેશે.
  • હવે તમારે રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે
  • તે પછી, તમારે હોમપેજ પર પાછા જવું પડશે અને લોગિન અને અપડેટ પ્રોફાઇલ પર ક્લિક કરવું પડશે
  • હવે તમારે તમારું વપરાશકર્તા નામ, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે
  • તે પછી લોગિન પર ક્લિક કરો
  • હવે તમારે તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની જરૂર છે
  • હવે તમારે માનવ ગરિમા યોજના યોજના પસંદ કરવાની જરૂર છે
  • તે પછી, તમારે તમારી અરજી સબમિટ કરવી પડશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો

માનવ ગરિમા યોજના મહત્વની તારીખો:

  • માનવ ગરિમા યોજના 2023 સૂચના તારીખ 12 જૂન 2023
  • માનવ ગરિમા યોજના 2023 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 15 મે 2023
  • માનવ ગરિમા યોજના 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2023

પોર્ટલ પર લોગીન કરવાની પ્રક્રિયા

  • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો

માનવ ગરિમા યોજના માટેની મહત્વની લિંક્સ :

સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/
માનવ ગરિમા યોજનાની જાહેરાતઅહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

માનવ ગરિમા યોજના 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

માનવ ગરિમા યોજના 2023 અરજી કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2023 છે.

માનવ ગરિમા યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp