IRCTC Train Ticket Cancellation Rules : દિવાળી વેકેસન અને તહેવારોની સિઝન હોવાથી ટ્રેન તેમજ બસોમાં ખૂબ ભીડ જોવા મળતી હોય છે. તહેવારોમાં મોટા પ્રમાણમાં લોકો મુસાફરી કરતા હોય છે તેથી ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ હોય છે. જેના કારણે મોટાભાગના લોકોની ટિકિટ વેઈટિંગમાં હોય છે, તેથી મજબુરીના કારણે લોકો ટિકિટ કેન્સલ કરાવતાં હોય છે. જેમા પ્રવાસીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે.
જો તમે તમારી વેઈટિંગ ટિકિટ અથવા કન્ફર્મ ટિકિટ કોઈ કારણસર કેન્સલ કરાવવાનું વિચારી રહ્યા હોવ તો, તે પહેલા તમે IRCTC ના કેન્સલેશન અને રિફંડ માટેના નિયમો વિશે જાણી લેજો, જેથી કરીને તમારે વધારે રુપિયાનું નુકસાન ન આવે.
બે કેટેગરીમાં કેન્સલ થાય છે ટિકિટ
ભારતીય રેલવેમાં ટિકિટ બુક કરાવવા માટે મોટાભાગે લોકો અધિકૃત એપ અથવા રેલવેની IRCTC વેબસાઈટ પરથી અથવા તો રિઝર્વેશન કાઉન્ટર પર જઈને ટિકિટ બુક કરાવી શકો છો.
IRCTC ઈ- ટિકિટ કેન્સલ થવા પર બે કેટેગરીમાં રિફંડ આપે છે. પહેલું ચાર્ટ તૈયાર કરવા પહેલા અને બીજુ ચાર્ટ તૈયાર કરાયા પછી. આ બે કેટેગરીમાં અલગ- અલગ રિફંડની પ્રક્રિયા છે જેના વિશે તમને ખબર હોવી જોઈએ.
જાણો, ચાર્ટ તૈયાર થયા પહેલાનો શું નિયમ છે
ટ્રેનના સમયથી 48 કલાક પહેલા વિવિધ કોચ માટે અલગ અલગ ચાર્જ કાપવામાં આવે છે.
- 1. 1st AC એક્ઝીક્યુટિવ ક્લાસ માટે 240 રુપિયા કાપવામાં આવે છે.
- 2. 2nd AC માટે 200 રુપિયા કાપવામાં આવે છે.
- 3. 3rd AC માટે 180 રુપિયા કાપવમાં આવે છે.
- 4. સ્લીપર ક્લાસ માટે 120 રુપિયા કાપવામાં આવે છે.
- 5. સેકેન્ડ ક્લાસ માટે 60 રુપિયા કાપવામાં આવે છે.
ચાર્ટ તૈયાર થઈ ગયા પછી ટિકિટ કેન્સલ કરાવવા પર શું છે નિયમ
IRCTC ના નિયમ પ્રમાણે ચાર્ટ તૈયાર થઈ ગયા પછી તમે ટિકિટ કેન્સલ કરાવી શકતા નથી. તેમજ આવા સંજોગોમાં તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમને કોઈ રિફંડ નહી મળી શકે. જો કે, તમે ટીડીઆર જરુરથી ફાઈલ કરી શકો છો. ટીડીઆર ફાઈલ કરવાના માટે પણ કેટલાક નિયમો છે જેના વિશે તમને ખબર હોવી જોઈએ.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |