Updates Trending

IPL Heavy Rain In Ahmedabad : વરસાદના લીધે આજે રમાનારી IPL ફાઇનલ મેચ પર વિઘન , હજી ટોસ થયો નથી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

IPL Heavy Rain In Ahmedabad : વરસાદના લીધે આજે રમાનારી IPL ફાઇનલ મેચ પર વિઘન : ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની ફાઈનલ મેચ આજે સાંજે 7:30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રમાનારી IPL ફાઇનલ એક કલાક પહેલા જ અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને પિચ પર કવર્સ લાગી ગયા છે. વરસાદના કારણે ટૉસમાં વિલંબ થયો છે.

વરસાદના લીધે આજે રમાનારી IPL ફાઇનલ મેચ પર વિઘન

નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં ફાઇનલ મેચ જોવા આવેલા લોકો બપોરથી જ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લીધો હતો. સાંજે અચાનક વરસાદ પડતા લોકો રેમ્પ નીચે જવું પડ્યું હતું. લોકો પોતાની જગ્યા છોડી અને બ્લોકના રેમ્પ પાસે ઉભા રહ્યા છે. ચારે બાજુ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ છતાં ક્રિકેટ રસિકોમાં વરસાદમાં પલળતા પણ સ્ટેડિયમની અંદર જતા જોવા મળ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડની બેસ્ટ ડ્રેનેજ સિસ્ટમ મેદાનને 15 મિનિટમાં કોરૂં કરી શકે છે; વરસાદ બંધ થાય એટલી વાર

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા ફેલાઈ

અમદાવાદમાં ભારે વરસાદ પડતા જ સ્ટેડિયમમાં મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા ફેલાઈ છે. વરસાદ રોકાઈ જાય અને ગ્રાઉન્ડ સુકાઈ ગયા બાદ ફરી મેચ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે. જો કે, હાલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને જોતાં મેચ ફરી શરૂ થાય તેવી શક્યતા ઓછી જણાય છે. ક્રિકેટ રસિકો ભારે નિરાશ છે.

જાણો હવામાન સ્થિતિ

અમદાવાદમાં રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે, બપોર બાદ પવન ફૂંકાશે. વરસાદની સંભાવના 2% છે. તાપમાન 27થી 39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

પ્લેઓફમાં ટીમની સંભવિત પ્લેઇંગ-11

  • ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા અને જોશુઆ લિટલ.
  • ઇમ્પેક્ટ પ્લેયર્સ: સાંઈ સુદર્શન, શ્રીકર ભારત, ઓડિયન સ્મિથ, આર સાંઈ કિશોર અને શિવમ માવી.
  • ચેન્નાઈ સુપર કિંગ્સ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, દીપક ચહેર, મહેશ થિક્સાના, મથિશા પથિરાના અને તુષાર દેશપાંડે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ :   આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp