સમગ્ર ગુજરાત માં ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો
સમગ્ર ગુજરાત માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે રવિવારે સુરત જિલ્લામાં ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો, ગુજરાતમાં કમોસમી વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ
વહેલી સવારે પવન સાથે વરસાદ પડવાનું શરુ થઈ ગયું હતું,વહેલી સવારથી જ સુરજ દાદા જોવા જ મળ્યા ના હોઈ એવું વાતવરણ થઈ ગયું હતું, એકાએક પૂર ઝડપે પવન ફુંકાવાનો શરૂ થઈ ગયો હતો ત્યરબાદ વરસાદ પાડવાનું શરૂ થઈ ગયું હતું , ભર શિયાળે લોકોએ છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી હતી.
કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો
આ કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. આજે વહેલી સવારથી સુરતીલાલાઓએ વરસાદની સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવી રહ્યા છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો શિયાળો પાક ની ખેતીને લઈને ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. આ રીતનો મહોલ આગામી બે-ત્રણ દિવસ સર્જાય તો શિયાળુ પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ થઈ શકે છે.ખેડૂતો ચિંતાતુર શિયાળું પાકને ભારે નુકસાન થવાની ભીતિ માવઠાના પગલે ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો છવાયા ગયા હતા
ગુજરાતમાં સિમલા-મનાલી જેવું વાતાવરણ
આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. આજે મોટી સંખ્યામાં કરા પડતા ગુજરાતમાં સિમલા-મનાલી જેવું વાતાવરણ નો અનુભવ કર્યો હત. ઘણા વાહનચાલકોઊભા રહી સેલ્ફી અને ફોટા પાડતા નજરે પડ્યાં હતાં.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |