ધો.૯-૧૦ના જ્ઞાનસહાયકમાં ૧૯૦૫૦ ફોર્મ ભરાયા : જ્ઞાનસહાયકમાં પ્રાથમિક માટે અત્યાર સુધીમાં ૧૮,૫૯૮ ફોર્મ આવ્યાં, હજુ ૧૭મી સુધી ભરાશે ધો.૯-૧૦ના જ્ઞાનસહાયકમાં ૧૯,૦૫૦ ફોર્મ ભરાયા,પ્રાથમિકમાં મુદત લંબાવાઈ ૯૮ ટકાથી વધુ ઉમેદવારોએ ફોર્મ સબમિટ કર્યા હોવાનો શિક્ષણ વિભાગનો દાવોરાજ્યની શાળાઓમાં ધોરણ ૯ અને ૧૦માં કરાર આધારિત નિમણૂક થનાર જ્ઞાન સહાયક માટે રાજ્યમાંથી કુલ ૧૯,૦૫૦ ફોર્મ ભરાયાં છે. માધ્યમિક અને પ્રાથમિકના જ્ઞાન સહાયકના ફોર્મ ભરવાની મૂદત આજે પૂર્ણ થતી હતી પરંતુ પ્રાથમિક માટે મુદત વધુ પાંચ દિવસ લંબાવવામાં આવી છે. પ્રાથમિક માટેના જ્ઞાન સહાયક બનવા સુધીમાં ૧૮,૫૯૮ અત્યાર ફોર્મ ભરાયાં છે.
Table of Contents
ધો.૯-૧૦ના જ્ઞાનસહાયકમાં ૧૯૦૫૦ ફોર્મ ભરાયા
સંસ્થાનું નામ | ગુજરાત શિક્ષણ વિભાગ |
આર્ટિકલ નું નામ | ધો.૯-૧૦ના જ્ઞાનસહાયકમાં ૧૯૦૫૦ ફોર્મ ભરાયા |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result |
કુલ જગ્યાઓ | 31575 |
આજ સુધી કુલ કેટલા ફોર્મ ભરાયા | ૧૯,૦૫૦ |
પોસ્ટ નું નામ | જ્ઞાન સહાયક, ખેલ સહાયક |
પસંદગી પ્રક્રિયા | મેરીટનાં આધારે |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | http://ojas.gujarat.gov.in/ |
ધો.૯-૧૦ના જ્ઞાનસહાયકમાં ૧૯૦૫૦ ફોર્મ ભરાયા
શિક્ષણ વિભાગના દાવા મુજબ જ્ઞાન સહાયક માટે લાયક છે તેવા રાજ્યનાં કુલ ઉમેદવારો પૈકી ધોરણ.૯ અને ૧૦ માટે ૯૮ ટકાથી વધુ અને પ્રાથમિકમાં ૮૯.૫૬ ટકા કરાર આધારિત નહીં પણ કાયમી શિક્ષકતી ભરતીતી માંગ જ્ઞાન સહાયક યોજના હેઠળ ૧૧ માસના કરાર આધારીત શિક્ષકની નિમણુકને લઈ રાજ્યમાં વિરોધ શરૂ થયો છે. શાસકપક્ષ ભાજપ સહિત રાજ્યના વિવિધ વિસ્તારના ધારાસભ્યો દ્વારા પણ પત્રો પાઠવી આ યોજનાનો વિરોદ દર્શાવ્યો છે અને માગ કરાઈ છે કે, કરાર આધારીત નહીં પણ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.
હજુ ૧૭મી સુધી ભરાશે ફોર્મ
ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. પ્રાથમિકમાં મુદત લંબાવાતાં હજુ સંખ્યામાં વધારો થઈ શકે છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ૧૦ મહિનાના કરાર આધારીત નિમાતા પ્રવાસી શિક્ષકની પોલિસી રદ કરી ૧૧ મહિનાના કરાર આધારિત નિમણુક માટે બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી છે. જ્ઞાન સહાયક માટે પ્રાથમિકમાં નવી લેવાયેલી ટેટ તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે દ્વિસ્તરીય પદ્ધતિમાં પાસ થયેલા ઉમેદવારોને જ લાયક જ ઠેરવવાની જોગવાઈ કરાઈ છે. કરાર આધારિત આ ભરતી કેન્દ્રીયકૃત રીતે હાથ ધરવાની હોવાથી પ્રથમ તબક્કામાં જ્ઞાન સહાયકના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
મહત્વપૂર્ણ લિંક્સ:
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક યોજના પરિપત્ર | અહી ક્લિક કરો |
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખેલ સહાયક યોજના પરિપત્ર | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |