ApplyOnline Trending Updates

ગુજરાતમાં એસ.ટી. બસના ભાડામાં થયો મોટો ભાવવધારો :ગરીબી પર વધુ એક માર..

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ગુજરાતમાં એસ.ટી. બસના ભાડામાં થયો મોટો ભાવવધારો : ગુજરાત એસટીમાં મુસાફરી કરતા યાત્રીઓ માટે દુખદ સમાચાર સામે આવી રહિયા છે, કારણકે ST બસના ભાડામાં થયો મોટો ભાવવધારો , ગરીબી પર વધુ એક માર ,ગુજરાતની જનતાને આપ્યો મોટો ઝટકો હવે મુસાફરી મોંઘી પડશે કારણ કે GSRTC દ્વારા બસના ભાડામાં સરેરાશ 20 થી 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત એસટી બસ દ્વારા 2014 પછી આ પ્રથમવાર ભાડામાં સુધારો કરીને વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત ST અદ્યતન બસ સ્ટેશન :

ગુજરાત સરકારશ્રી દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના ૨૩૨૦ જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામા આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ગુજરાત એસ.ટી નિગમ દ્વારા સને ૨૦૧૪ પછી ભાડામાં વધારો :

લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યા છે.  એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે.  નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે. ગુજરાત એસ.ટી નિગમ દ્વારા સને ૨૦૧૪ પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરવામાં આંવીયો નથી.

ગુજરાત સરકારના એસટી નિગમને બાકી 53.81 કરોડ રૂપિયા :

ગુજરાત સરકારે હજી સુધી એસટી નિગમને બાકી 53.81 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિવિધ કાર્યક્રમોમાં લોકોને લાવવા લઈ જવા માટે સરકારે 34,614 એસટી બસો ભાડે લીધી હતી. અત્યાર સુધી સરકારે માત્ર ત્રણેક કરોડ ભાડુ ચૂકવ્યુ છે. પરંતુ 53.81 કરોડ હજી ભરવાના બાકી છે.

મહત્વપૂર્ણ લિંક્સ :-

ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp