ગુજરાતનુ નવું મંત્રી મંડળ : ભૂપેન્દ્ર પટેલે CM તરીકે શપથ લીધા, સતત બીજીવાર પાટીદાર મુખ્યમંત્રી બન્યા : ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના આમંત્રિત સમારોહ સ્થળે પહોંચી ગયા છે.
મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયાં છે. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજશે, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહેશે, તો સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
આજે ગુજરાતના મુખ્યમંત્રીની શપથવિધી યોજાઇ છે. શપથવિધીમાં ભાગ લેવા માટે ગતરોજ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા હતા. આજ સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર એક પછી એક રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અગ્રણીઓ આવી રહ્યા છે. 8 રાજ્યોના મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ ભૂપેન્દ્ર પટેલના શપથવિધિ સમારંભમાં હાજરી આપી છે.
કોણે કોણે લીધા શપથ
Table of Contents
ગુજરાત મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ, | સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી | મુખ્યમંત્રી | અમદાવાદ |
ગુજરાત કેબિનેટ મંત્રી
બળવંતસિંહ રાજપૂત | ઉદ્યોગ, લઘુ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર | કેબિનેટ મંત્રી | સિદ્ધપુર |
ઋષિકેશ પટેલ | આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, બંધારણીય અને સંસદીય બાબતો | કેબિનેટ મંત્રી | વિસનગર |
કનુ દેસાઈ | નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ | કેબિનેટ મંત્રી | પારડી |
રાઘવજી પટેલ | કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ | કેબિનેટ મંત્રી | જામનગર ગ્રામ્ય |
કુંવરજી બાવળિયા | જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો | કેબિનેટ મંત્રી | જસદણ |
ભાનુબેન બાબરીયા | સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ | કેબિનેટ મંત્રી | રાજકોટ ગ્રામ્ય SC |
કુબેર ડિંડોર | આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ | કેબિનેટ મંત્રી | સંતરામપુર ST |
મૂળુભાઈ બેરા | પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ | કેબિનેટ મંત્રી | ખભાળિયા |
આ પણ વાંચો : મોબાઈલથી કમાણી કરો:દરરોજ 5000 રૂપિયા
ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી
હર્ષ સંઘવી | રમત-ગમત અને યુવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા) | રાજ્યકક્ષા મંત્રી તથા સ્વતંત્ર હવાલો | મજુરા |
જગદીશ પંચાલ | સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા) | રાજ્યકક્ષા મંત્રી તથા સ્વતંત્ર હવાલો | નિકોલ |
ભીખુસિંહ પરમાર | અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા | રાજ્યકક્ષા મંત્રી | મોડાસા |
પરસોત્તમ સોલંકી | મત્સ્યોદ્યોગ અને પશુપાલન | રાજ્યકક્ષા મંત્રી | ભાવનગર ગ્રામ્ય |
બચુ ખાબડ | પંચાયત અને કૃષિ | રાજ્યકક્ષા મંત્રી | દેવગઢ બારીયા |
પ્રફુલ પાનસેરિયા | સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ | રાજ્યકક્ષા મંત્રી | કામરેજ |
મુકેશ પટેલ | વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા | રાજ્યકક્ષા મંત્રી | ઓલપાડ |
કુંવરજી હરપતિ | આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ | રાજ્યકક્ષા મંત્રી | માંડવી ST |
આ પણ વાંચો
ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022
શપથવિધિના મંચ પર 25 ખુરસીઓ મુકાઈ
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લેવાના છે ત્યારે સચિવાલય સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે. ત્રણ અલગ અલગ બનાવેલા મંચ પૈકી નિયુક્ત મંત્રીમંડળના સભ્યો માટે તૈયાર કરાયેલા મંચ પર 25 ખુરસીઓ ગોઠવવામાં આવી છે. બીજી તરફ 20 હજાર જેટલા કાર્યકરો બેસી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બપોરે 2 વાગ્યે શપથવિધિ કાર્યક્રમ યોજાવાની શરૂઆત થશે. એમાં પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપશાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી સંભાવના છે. અત્યારસુધી મળેલી જાણકારી મુજબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 16 મંત્રી શપથ લેશે.
Source : Divyabhaskar co in
મહત્વપૂર્ણ લિંક
જુઓ શપથવિધિ કાર્યક્રમ લાઈવ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |