GSEB 10th Result 2025 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
Table of Contents
GSEB 10th Result 2025
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર |
આર્ટિકલનું નામ | GSEB SSC Result 2025 |
આર્ટિકલની કેટેગરી | Result |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ 2025 |
પરિણામની તારીખ | 08/05/2025 |
વેબસાઈટ | gseb.org |
ધોરણ 10 રીઝલ્ટ 2025
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ ૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
ધોરણ 10 રીઝલ્ટ વોટ્સએપથી
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૫ના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.
પર્સેન્ટાઇલ રેન્ક એટલે શું ?, આ રીતે આ રીતે ગણતરી થાય છે |
ધોરણ 12 પછી શું, વાંચો કારકિર્દી માર્ગદર્શન અંક |
ધોરણ 10 રીઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તેમનું રીઝલ્ટ ચેક કરી શકે છે:
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ GSEB SSC Result 2025 પર ક્લિક કરો.
- તમારો છ અંકનો બેઠક નંબર દાખલ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- GSEB 10th Result 2025 સ્ક્રીન પર દેખાશે.
- ભવિષ્યના ઉપયોગ માટે રિઝલ્ટની પ્રિન્ટ આઉટ લઈ લો.
મહત્વપૂર્ણ લિંક્સ
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વાંચો નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Leave a Comment