ઇ-વિધાનસભામાં ધારાસભ્યો નવાનિશાળિયા સાબિત ઠર્યાં.વિધાનસભામાં ધારાસભ્યો ટેબલેટ પર આંગળીના ટેરવા ફેરવતા રહ્યાં.ગુજરાત વિધાનસભા પેપરલેસ બનવા જઇ રહી છે. બુધવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઇ-વિધાનસભાનુ લોકાપર્ણ કરશે. જોકે, લોકાપર્ણ અગાઉ વિધાનસભામાં ઇ-ડેમોના ભાગરુપે ધારાસભ્યોએ પ્રેકટીસ કરી હતી. જોકે, મોટાભાગના ધારાસભ્યો પ્રેકટીસ સેસનમાં નવા નિશાળિયા બની રહ્યાં હતાં.એટલુ જ નહીં, ટેકનોલોજી- સોફ્ટવેરથી અજાણ ધારાસભ્યો ટેબલેટ પર આંગળીના ટેરવા ફેરવતાં રહ્યા હતા – જેથી ગૃહમાં રમુજી દ્રશ્યો નજરે પડ્યા હતાં.
Table of Contents
ધારાસભ્યો ટેબલેટ પર આંગળીના ટેરવા ફેરવતા રહ્યાં
પ્રેકટીસ વખતે મોટાભાગના ધારાસભ્યો ટેબલેટ પર આંગળીના ટેરવા ફેરવતાં જોવા મળ્યા હતાં. ઘણાંને કોઇ ટપ્પો જ પડચો ન હતો પરિણામે વારંવાર સહાયકોની મદદ લેવી પડી હતી. આ જોઇને ગૃહમાં હળવા હાસ્યની છોળો ઉડી હતી. ખુદ અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ ટેબલેટનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવુ પડ્યુ હતું. પ્રશ્નોતરી વખતે ખુદ નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ પણ ગોથે ચડ્યા હતા કેમ કે, ટેબલેટમાં જવાબ જ અપલોડ કરાયો ન હતો. ગૃહમંત્રીએ સુરક્ષા સેતુને લઇને જવાબ આપ્યો તો વિપક્ષના ધારાસભ્ય શૈલેશ પરમારે અમને સંતોષ છે તેમ કહીને હળવી ટકોર કરી હતી. તો ધારાસભ્ય જીતુ વાઘાણીએ તો પાણી પુરવઠા મંત્રીને પ્રશ્ન પૂછવાને બદલે કહ્યું કે, ગુજરાતમાં તો બધે પાણી પહોંચી વાત આટલેથી અટકી ન હતી.
ઇ-વિધાનસભામાં ધારાસભ્યો નવાનિશાળિયા સાબિત ઠર્યાં
ટેબલેટમાં ચિત્ર દોરીને પ્રશ્ન પૂછ્યાંઅબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ચાર ચોપડી પાસ છે. તેમને વાંચતા આવડતુ નથી તે ગૃહમાં ટેબલેટનો કેવી રીતે ઉપયોગ કરે. તે મૂંઝવતો સવાલ હતો પણ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે આગવી સૂઝબુઝ વાપરી પિક્ચર મેથડ વિકસાવી છે જેના આધારે તેઓ ગૃહમાં રજૂઆત જ નહી,મત વિસ્તારમાં ભાષણબાજી કરે છે. ભાષણમાં મુદ્દાઓ યાદ રાખવા માટે તેઓ ચિત્રોનો બખૂબી ઉપયોગ કરે છે. ચિત્રો જોઇને ભાષણ-રજૂઆત કરે છે.
મોટાભાગના ધારાસભ્યોને ટપ્પો પડ્યો નહીં, ખુદ મંત્રીઓ પણ ટેબલેટ જોઇ ગોથે ચડ્યાં
આજે પણ ગૃહમાં પ્રેકટીસ સેસન વખતે પણ પ્રદ્યુમનસિંહે પ્રશ્નોતરીમાં ભાગ લીધો હતો અને પોતાના મત વિસ્તારના પ્રાણપ્રશ્ન વિશે રજૂઆત કરી હતી. તેમને ટેબલેટ તરફ જોઇને અન્ય ધારાસભ્યો પણ અચંબામાં મૂકાયા હતાં ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ એ વાતનો ફોડ પાડ્યોકે, પ્રદ્યુમનસિંહે ટેબલેટમાં નોટપેડમાં પોતાના હાથે ચિત્રો દોર્યા છે તે આધારે તેઓ ગૃહમાં પોતાના પ્રશ્નની રજૂઆત કરી રહ્યા છે. આમ, પ્રદ્યુમનસિંહ જાડેજાની આગવી સૂઝબૂઝને અન્ય ધારાસભ્યોએ તાળી પાડીને વધાવી લીધી હતી. નોંધનીય છેકે, ઘાસચારોની અછતની વાત હોય તો, ઘાસનું સ્ટીકર, કેન્દ્ર સરકારની યોજનાની વાત હોય તો મોદીનો ફોટો, નર્મદાના પાણીની વાત હોય તો સરદાર સરોવર ડેમનુ ચિત્ર મૂકીને પ્રદ્યુમનસિંહ મુદ્દાને યાદ રાખે છે અને પછી ગૃહમાં રજૂઆત કરે છે.
ચાર દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતે ગૃહમાં પેપરને બદલે સ્ક્રીન પર બધીય કામગીરી થશે. ધારાસભ્યો ટેબલેટથી પ્રશ્નોતરીથી માંડીને બિલ,૧૧૬ની નોટિસ સહિતની કામગીરી કરી શકશે. સત્ર અગાઉ ગૃહમાં ટેબલેટની મદદથી કેવી રીતે કામ કરવું તે અંગે ધારાસભ્યો માટે ખાસ પ્રેકટીસ સેસન રાખવામાં આવ્યુ હતું.
મહત્વપૂર્ણ લિંક્સ:
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |