E-Challan Gujarat : જુઓ તમારા વાહનનો મેમો/ચલણ ફાટ્યો છે કે નહિ | જો તમારા વાહન પર ચલણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો ચાલો જોઈએ કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો/ચલણ છે કે નહી. E-Challan Gujarat (How to Check E-Challan Status Online) | E-Challan Gujarat , | E-Challan Gujarat Payment Online
Table of Contents
જુઓ તમારા વાહનનો મેમો/ચલણ ફાટ્યો છે કે નહિ
- સૌ પ્રથમ official વેબસાઇટ ની મુલાકાત લો
- તમારા વાહનનો નંબર લખો.
- Capcha Code લખો.
- Submit પર ક્લિક કરો.
- ત્રણ ઓપ્શન આવશે Paid, Unpaid અને Pending
- Unpaid પર ક્લિક કરી તમારું પેમેન્ટ કરો.
જાણો ઈ- મેમો/ચલણ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?
- તમારા મોબાઈલમાં સૌથી પહેલા બ્રાઉસર ખોલીને તમારે echallanpayment.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઈલ, લેપટોપ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.
- આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.
- અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.
- વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.
આ રીતે કરો પેમેન્ટ મેમો/ચલણનું (How To Pay E-Challan Payment Online)
- જો તમને જાણવા મળે કે તમારુ ચલણ ફાટ્યુ છે, તો તેનુ પેમેન્ટ ઓનલાઇન કરી શકાય છે. આના માટે ચલણના આગળ આપેલા Pay Nowના ઓપ્શન પર ક્લિક કરો.
- આ પછી OTP દ્વારા પોતાના મોબાઇલ નંબરને વેરિફાઇ કરો.
- ત્યારબાદ તમારી સામે તમારા રાજ્યના ઇ-ચલણ પેમેન્ટની વેબસાઇટ સામે આવી જશે.
- અહીં તમારે Next પર ક્લિક કરવુ પડશે.
- આટલુ કર્યા બાદ તમારી સામે પેમેન્ટ કન્ફોર્મેશનનુ પેજ આવશે.
- હવે અહીં Proceed પર ક્લિક કરો.
- હવે તમે જે મૉડથી પેમેન્ટ કરવા ઇચ્છો છો તે રીતે કરી શકો છો.
ખોટુ ચલણ કપાયુ હોય તો કરો ફરિયાદ… (How to Complained E-Challan Online)
જો તમે કોઇ ટ્રાફિક નિયમ ના તોડ્યા હોય, અને ટ્રાફિક પોલીસે તમારુ ખોટુ ચલણ કપાયુ છે, તો તમે આની ફરિયાદ કરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક:
મેમો ચેક કરો ઓનલાઈન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |