ApplyOnline Trending Updates

રાજ્યમાં આવેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં કપડાં-ઘરવખરી અને મકાન સહાય આપવા બાબત પરિપત્ર : વાંચો ભારત સરકારશ્રીની તા.૧૦/૧૦/૨૦૨૨ની SDRFની ગાઇડલાઇન

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

પરિપત્ર : રાજ્યમાં સપ્ટેમ્બર-૨૦૨૩માં આવેલ ભારે વરસાદને કારણે ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયેલા હતા. જેમાં તા.૧૬/૦૯/૨૦૨૩ થી તા.૧૮/૦૯/૨૦૨૩ દરમ્યાન પડેલ ભારે વરસાદ અને નદીઓ/ડેમમાં પુર આવવાના કારણે અસર થયેલ ભરૂચ, નર્મદા, અને વડોદરા જિલ્લામાં તેમજ તા.૧૮/૦૯/૨૦૨૩ દરમ્યાન પડેલ ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રહેણાંકના કાચા/પાકા મકાનોને સંપૂર્ણ કે આંશિક નુકશાનના કિસ્સા બનેલા છે. જેથી, રાજ્ય સરકારે માનવતાના ધોરણે વિચારણા કરીએ SDRF અંગેના સંદર્ભ વંચાણે લીધા (૧) ના ઠરાવ ઉપરાંત રાજ્યના બજેટમાંથી “ખાસ કિસ્સામાં” સહાય આપવાની બાબત વિચારણા હેઠળ હતી.

રાજ્યમાં આવેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં કપડાં-ઘરવખરી અને મકાન સહાય આપવા બાબત પરિપત્ર

જે અંગે સરકારશ્રીએ પુખ્ત વિચારણાના અંતે ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં નીચે મુજબ ઠરાવવાનો નિર્ણય કરેલ છે.

કપડા અને ઘરવખરી સહાય :

સપ્ટેમ્બર-૨૦૨૩માં રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ભરૂચ, નર્મદા, વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં SDRF ના ધોરણો મુજબ કુટુંબદીઠ કપડા સહાય તરીકે રૂ.૨,૫૦૦/- અને ઘરવખરી સહાય તરીકે રૂ.૨,૫૦૦/-એટલે કે કુલ રૂ.૫,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૭,૦૦૦/-(કુટુંબદીઠ) કપડા અને ઘરવખરી સહાય તરીકે ચૂકવવાનું ઠરાવવામાં આવે છે.

મકાન સહાય :-

  • સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકશાન પામેલ રહેણાંકના કાચા/પાકા મકાન માટે SDRF માંથી રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય,
  • અંશતઃ નુકશાન પામેલ રહેણાંકના કાચા/પાકા મકાનો તેવા કિસ્સામાં,
    • A. આંશિક રીતે નુકશાન થયેલ પાકુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુકશાન હોય તો જ મળવાપાત્ર) હોય તો SDRF માંથી રૂ.૬,૫૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૮,૫૦૦/- મળી કુલ રૂ.૧૫,૦૦૦/- ની સહાય.
    • B. આંશિક રીતે નુક્શાન થયેલ કાચુ મકાન (ઓછામાં ઓછું ૧૫% નુકશાન હોય તો જ મળવાપાત્ર) SDRF માંથી રૂ.૪,૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૬,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/- ની સહાય.
  • (૩) સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક નુકશાન પામેલ ઝુંપડાઓને SDRF માંથી રૂ.૮,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/- ની સહાય.
  • (૪) ઘર સાથે સંકળાયેલ કેટલ શેડને થયેલ નુકશાન માટે SDRF માંથી રૂ.૩,૦૦૦/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૫,૦૦૦/- ની સહાય.

શરતો:-

  1. જે કિસ્સામાં રાજ્ય સરકારના બજેટમાંથી જણાવેલ હોય તેનો ખર્ચ રાજ્ય સરકારના ભંડોળમાંથી કરવાનો રહેશે.
  2. State Disaster Response Fund ના ધોરણો અને કાર્યપધ્ધતિઓ ભારત સરકારની વંચાણે લીધેલ માર્ગદર્શિકા મુજબની રહેશે.
  3. રાજ્ય સરકારના ભંડોળમાંથી કરેલ ખર્ચને અલગથી નિભાવવાનો રહેશે.
  4. આ ઠરાવની જોગવાઇઓ સપ્ટેમ્બર-૨૦૨૩માં રાજ્યમાં આવેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારના જિલ્લાઓ માટે “ખાસ કિસ્સા” તરીકે લાગુ પડશે.
  5. દબાણ કરીને બનાવેલ મકાન અંગે જે તે વિભાગના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે અને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે. આ સહાયની કોઇ પણ પ્રકારની કાયદેસરતા મળતી નથી.

આ ઠરાવ સમાનાંકી ફાઇલ પર સરકારશ્રીની તા.૨૨/૦૯/૨૦૨૩ની નોંધથી મળેલ મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે.ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

મહત્વપૂર્ણ લિંક :

પુર અસરગ્રસ્ત જિલ્લામાં કપડાં, ઘરવખરી તથા મકાન સહાયઅહીં ક્લિક કરો
પુર અસરગ્રસ્ત જિલ્લામાં કેશ ડોલ્સની સહાયઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ જોડાઓઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp