Chandryan-3 Updates : વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવના ૭૦ ડિગ્રી અક્ષાંશ પર ઉતરશે ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષામાં ત્રીજો ઘટાડો થયો યાન ચંદ્રની સંપૂર્ણ ગોળાકાર ઓર્બિટમાં આવ્યું. ભારતનું ચંદ્રયાન-૩ અવકાશયાન આજે ચંદ્રની સપાટીની વધુ નજીક ગયુંછે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) આજે બપોરે ૧૧:૩૦થી ૧૨ : ૩૦ ના સમયગાળા અવકાશયાનનીભ્રમણકક્ષામાં ત્રીજો અને વધુ મહત્વનો ઘટાડો કર્યો છે. સાથોસાથ અવકાશયાનની ગતિમાં પણ તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. આમ ચંદ્રયાન-ઉતબક્કાવાર ચંદ્રની સપાટીની દરમિયાન ચંદ્રયાન -૩ વધુને વધુ નજીક જઇ રહ્યું છે.
Chandryan-3 Updates | ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષામાં ત્રીજો ઘટાડો થયો
હવે ૧૬ ઓગસ્ટે ભ્રમણકક્ષામાં ચોથો ઘટાડો થશે અવકાશયાન હવે ૧૫૦*૧૭૭ કિલોમીટરની ભ્રમણકક્ષામાં આવી ગયું
ઇસરોનાં સૂત્રોએ એવી જાહેરાત કરી હતી કે આજે અમે ચંદ્રયાન-૩ અવકાશયાનની ત્રીજી ભ્રમણ કક્ષામાં વધુ ઘટાડો કર્યો છે. ચંદ્રયાન-૩ હવે ૧૫૦ *૧૭૭કિલોમીટરની ભ્રમણકક્ષામાં આવી ગયુંછે.આ પ્રક્રિયા સાથે હવે અવકાશયાન તેની દીર્ઘ લંબગોળાકાર ભ્રમણકક્ષા (ઇલિપ્ટિકલ ઓર્બિટ)ને બદલે સંપૂર્ણ ગોળાકાર ભ્રમણકક્ષા (સર્ક્યુલર ઓર્બિટ)ની પરિસ્થિતિમાં આવી ગયું છે.
વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવના ૭૦ ડિગ્રી અક્ષાંશ પર ઉતર પર ઉતરશે
૧૬, ઓગસ્ટે, સવારે ૮.૩૦ વાગે ચંદ્રયાન-૩ની ભ્રમણ કક્ષામાં વધુ ઘટાડો થશે. ત્યારબાદ ૨૩, ઓગસ્ટે અવકાશયાનની ભ્રમણકક્ષામાં સૌથી મહત્વનો અને છેલ્લો ઘટાડો થશે. આ તબક્કે અવકાશયાન ૧૦૦૪૩૦ કિલો મીટરની ભ્રમણકક્ષામાં આવી જશે. સાથોસાથ ચંદ્રયાન-૩નું વિક્રમ લેન્ડર આ જ ભ્રમણકક્ષામાં રહીને ચંદ્રના દક્ષિણ ધ્રુવના નિશ્ચિત કરાયેલાં બેમાંથી કોઇપણ એક સ્થળ ૫૨ સરળ,સફળ,સલામત રીતે ઉતરવા આગળ વધશે. ઇસરોએ અગાઉ ૬,ઓગસ્ટે અવકાશયાની ભ્રમણકક્ષામાં પહેલો અને ૯,ઓગસ્ટે બીજો ઘટાડો કર્યો હતો. ઇસરોની સહયોગી સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર(અમદાવાદ)નાં આધારભૂત સૂત્રોએ મહત્વની માહિતીઆપતાં કહ્યું હતું કે ચંદ્રયાન-૩ અવકાશયાન ૨૩, ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવના સ્થળે ઉતરતાં પહેલાં ૧૭,ઓગસ્ટે અવકાશયાનનાં લેન્ડર મોડ્યુલ (એલએમ) અને પ્રપલ્ઝન મોડ્યુલ (પીએમ) છૂટાં પડશે.
આ પ્રક્રિયા સાથે જ અવકાશયાનમાંનું વિક્રમ લેન્ડર ૧૦૦૪૩૦કિલોમીટરની ભ્રમણ કક્ષામાં જ રહીને ચંદ્રની સપાટી પર ઉતરવા ધીમી ગતિએ આગળ વધશે. ૨૩, ઓગસ્ટે સાંજના ૫:૪૭વાગે(ભારતીય સમય) વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવના ચોક્કસ સ્થળે ઉતરશે.
મહત્વપૂર્ણ લિંક્સ :
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Leave a Comment