ચંદ્રયાન -3 :ચંદ્રયાન 3 હાલમાં કેટલે પહોચ્યું : ચંદ્રયાન – 3 ભારત દેશ દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે જ હવે ગણતરીના દિવસોમાં ચંદ્રની સપાટી પર લેન્ડ થશે પણ હમણાં તારાઓ વચ્ચે સુપર સ્પીડમાં ભાગતું જોવા મળ્યું, આ અદભુત નજારો પોલેન્ડના એક ટેલીસ્કોપમાં જોવા મળ્યો છે.
Table of Contents
ચંદ્રયાન 3 હાલમાં કેટલે પહોચ્યું, ઈસરો દ્વારા ચંદ્રયાન – 3 :
ચંદ્રયાન 3 હાલમાં કેટલે પહોચ્યું : ઈસરો દ્વારા ચંદ્રયાન – 3 ના ઓનબોર્ડ પર લગાવેલા કેમેરાએ કેપ્ચર કરેલ વિડીયો ને ઈસરોના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં અદભુત નજારો કેપ્ચર કરવામાં આવ્યો છે.
ભારતીય સ્પેસ એજન્સી ઈસરો દ્વારા 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા થી સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ચંદ્રયાન – 3 ને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે દરેક ભારતીય માટે ગૌરવ લેવા જેવી વાત છે , અને ચંદ્રયાન 3 લોન્ચ કરીને ભારતે એક ઈતિહાસ રચ્યો.
આ ચંદ્રયાન – 3 મિશન પર માત્ર ભારતના વૈજ્ઞાનિકોની નહિ, પરંતુ આખી દુનિયાની નજર છે. હાલમાં જ ચંદ્રયાન – 3ને પોલેન્ડના રોટઝ (પેનોપ્ટેસ-4) ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં ઉડતું જોવામાં આવ્યું છે.
ચંદ્રયાન 3 ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેની જાણકારી ઈસરો દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. નીચે આપેલ ટ્વીટ માં પણ જોઈ શકશો કે ચંદ્રયાન 3 હાલ કઈ જગ્યાએ પહોચ્યું છે, ઈસરો દ્વારા જયારે પણ ઓર્બીટ ચેન્જ કરવામાં આવે છે ત્યારે તેઓ તેમના ટ્વીટ હેન્ડલ પર ઓફીસ્યલ જાહેરાત કરે છે. તેમની લાસ્ટ અપડેટ મુજબ હવે 1 ઓગષ્ટના રોજ એન્જીનને ફાયરીંગ કરવામાં આવશે અને ચંદ્રની કક્ષામાં મોકલવામાં આવશે.
ચંદ્રયાન – 3 સુપર સ્પીડમાં જઈ રહેલા વિડીયો જોઇને તમને વિશ્વાસ કરવો મુશ્કેલ થશે, તમને થોડીવાર એવું લાગશે કે આ વિડિઓગેમનો વિડીયો છે, પણ એવું નથી. હાલમાં જ ચંદ્રયાન – 3ને પોલેન્ડના રોટઝ (પેનોપ્ટેસ-4) ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં ઉડતું જોવામાં આવ્યું છે. અને તેમના દ્વારા આ વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.
ઈસરો દ્વારા ટ્વીટ કરીને ચંદ્રયાન – 3 ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેની જાણકારી આપવામાં આવી હતી. નીચે આપેલ ટ્વીટ માં પણ જોઈ શકશો કે ચંદ્રયાન – 3 હાલ કઈ જગ્યાએ પહોચ્યું છે.
આ પણ ખાસ વાંચો:–
ચંદ્રયાન – 3 : ચંદ્રયાન 3 હાલમાં કેટલે પહોચ્યું : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો
ISRO મિશન : ઈસરો રચશે ફરીથી ઈતિહાસ, ગગનયાન સફળ પરીક્ષણ
આજ કાલ દરેક ભારતીય એ જાણવા ઈચ્છુક છે કે ભાઈ આ ચંદ્રયાન – 3 કેટલે પહોચ્યું, ભારતના ચંદ્રયાન – 3 લોન્ચિંગએ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હતી. ચંદ્રયાન – 3ના મહત્વ વિશે વાત કરીએ તો, નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મનુષ્યને ઉતારશે, ચંદ્રયાન-3ના કારણે દક્ષિણ ધ્રુવ વિશેનો ડેટા પ્રાપ્ત થશે. ચંદ્રયાન – 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 70 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરાશે. ISRO ના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 ને એવી જગ્યાએ લેન્ડ કરાવવામાં આવશે.
Leave a Comment