ચંદી પડવા : દેશ-વિદેશોમાં વખણાતી સુરતની ઘારીનું નામ પડે એટલે કોઈપણના મોંઢામાં સ્વાદનો ચસકો આવી જાય. ઘારીના શોખીન સુરતીઓ દર વર્ષે કરોડો રૂપિયાની ઘારી અને ભૂંસુ આરોગી જાય છે. ચંદી પડવાના પર્વ પર ઘારી અને ભૂંસાની મેજબાની માણવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે.જે ચાલું વર્ષે પણ ઘારી અને ભૂંસાની મેજબાણી માણવા સુરતીઓ આતુર છે.
ચંદી પડવાના પર્વને ધ્યાનમાં રાખી સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે. વિક્રેતાઓ દ્વારા અલગ અલગ ફ્લેવરની ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે.સુરતની ઘારી માત્ર સુરત અને ગુજરાત પૂરતી સિમીત નથી પરંતુ દેશ-વિદેશોમાં પણ વખણાય છે. તેજ કારણ છે કે આગામી ચંદી પડવાના પર્વને લઈ વિદેશોમાં વસતા સુરતીઓ દ્વારા ઘારી વિક્રેતાઓને ઓર્ડરો આપી રહ્યા છે.જેને ધ્યાનમાં લઈ સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા પણ જથ્થાબંધ ઘારીનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે અને બોક્સ પેકિંગ કરી ઘારીના પાર્સલ કુરિયર મારફતે દેશ-વિદેશોમાં મોકલવામાં આવી રહ્યા છે.
ચંદી પડવાના પર્વ પર ઘારીનું પ્રોડક્શન પુરજોશમાં…
સુરતના ઘારી વિક્રેતા મનોજભાઈ ઘારીવાળાએ જણાવ્યું હતું કે,ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષે ઘારીના ભાવમાં દસ ટકા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધ,ગેસના ભાવ અને એલચી સહિતના ભાવો ઉચકાયા છે.જેના કારણે આ વર્ષે દસ ટકા જેટલો ભાવ વધારો કરવાની ફરજ પડી છે.
ચંદી પડવાના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિદેશોમાં વસતા સુરતીઓ દ્વારા ઘરીના ઓર્ડરો આપવામાં આવી રહ્યા છે.જે ઓર્ડરો ને પોહચી વળવા ખાસ અત્યાધુનિક મશીનથી બોક્સ પેકિંગ કરી ઘારીના પાર્સલ ઓર્ડર મુજબ કુરિયર કરવામાં આવી રહ્યા છે.
ઘારી બનાવવા માટે મોટો સ્ટાફ કામે લગાડવામાં આવ્યો છે. ઘારી બનાવતી વખતે આરોગ્યને લઈ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. અમેરિકા, કેનેડા, દુબઇ, ન્યુઝીલેન્ડ સહિત વિદેશોમાંથી ઘારીની ડિમાન્ડ નીકળતા હાલ ઘારી બનાવવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ લિંક:
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | હવે જોડાઓ |