Bhai Bij 2022 Date : કઇ તારીખે ઉજવશો ભાઇ બીજ? જાણો મુહૂર્ત અને પૂજાવિધી
Bhai dooj 2022 date | bhaiya dooj kab hai | Bhai Dooj | bhai dooj kab hai | Bhai dooj 2022 date and time | bhaiya dooj kab hai 2022 | भाई दूज कब है
ભાઇ બીજ એટલે દિવાળીનો અંતિમ દિવસ અને કારતક સુદ બીજના દિવસે ઉજવાતો ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર. ભાઇ બીજના દિવસે ભાઇ બહેનના ઘરે જાય છે. આ સાથે આ તહેવારને વીર પસલી પણ કહે છે. આ દિવસે બહેન ભાઇની પૂજા કરે છે અને તેના લાંબા સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
Table of Contents
Bhai Bij 2022
આ વર્ષે દિવાળી અને બેસતા વર્ષની તારીખોને લઇને લોકોમાં મુંજવણ છે. લોકો અસમંજસમાં છે કે, 26 ઓકટોબરના રોજ ભાઇ બીજ ઉજવવી કે 27 ઓકટોબરના રોજ.
Bhai dooj 2022 kab hai?
બપોરે કરવામાં આવે છે ભાઈ બીજની પૂજા
પૌરાણિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, યમ બીજ એટલે કે ભાઈ બીજના દિવસે બપોરે યમરાજ પોતાની બહેન યમુનાના ઘરે આવ્યા હતા અને તેમની બહેનની પૂજા સ્વીકારી હતી અને તેમના ઘરે ભોજન લીધું હતું. જે બાદ વરદાનમાં યમરાજે યમુનાને કહ્યું કે, યમ દ્વિતિયા એટલે કે ભાઈ બીજના દિવસે જે ભાઈઓ પોતાની બહેનોના ઘરે આવે છે અને ભાઈ બીજ ઉજવે છે અને તેમના હાથે બનાવેલું ભોજન ખાય છે, તેમનું અકાળે મૃત્યુ થશે નહીં. એટલા માટે બપોરે ભાઈ બીજની ઉજવણી કરવી જોઇએ.
આ પણ વાંચો
ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022
Bhai Bij 2022 date and time
ભાઈ બીજના દિવસે યમરાજ, યમદૂત અને ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે. ભાઈ બીજની સચોટ તારીખ પંચાંગ અનુસાર આ વર્ષે કારતક સુદ બીજની તિથિ 2 દિવસ એટલે કે 26 અને 27 ઓકટોબરના રોજ પડી રહી છે.
દ્વિતિયા તિથિ 26 ઓક્ટોબરના રોજ બપોરે 2:43 કલાકથી 27 ઓકટોબરે બપોરે 12:42 કલાક સુધી રહેશે. આવી સ્થિતિમાં બપોરે ભાઈ બીજ ઉજવવાની પ્રથા મુજબ 26 ઓક્ટોબરના રોજ ભાઈ બીજના તહેવારની ઉજવણી શાસ્ત્રો અનુસાર થશે. બીજી તરફ જે લોકો ઉદય તિથિ અનુસાર ભાઈ બીજની ઉજવણી કરી રહ્યા છે, તેઓએ બપોરે 12.42 કલાક પહેલા ભાઈ બીજની ઉજવણી કરી લેવી જોઈએ.
26 ઓકટોબરના રોજ ભાઈ બીજ ઉજવવાનો શુભ સમય : બપોરે 01.18 કલાકથી 03.33 કલાક સુધી 27 ઓકટોબરના રોજ ભાઈ બીજ ઉજવવાનો શુભ સમય : સવારે 11.07 કલાકથી 12.46 કલાક સુધી
આ પણ વાંચો
PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022
ભાઈ બીજની દંતકથા
એક ઐતિહાસિક દંતકથા અનુસાર ભગવાન સૂર્ય અને તેમની પત્ની સંધ્યાના બાળકો ધર્મરાજા યમ અને યમુના હતા, પરંતુ સૂર્યના તેજને સહન ન કરી શકવાને કારણે પત્ની સંધ્યા દેવી પોતાના બાળકોને છોડીને મામાના ઘરે જતી રહી હતી. યમરાજ અને યમુના માતાના પ્રેમથી વંચિત રહેતા હતા, પરંતુ બંને ભાઈ-બહેનો એકબીજાની વચ્ચે ખૂબ પ્રેમ ધરાવતા હતા અને એકબીજાની સંભાળ રાખતા હતા.
યમુનાના લગ્ન થયા બાદ તે ઘણી વખત ભાઈ યમને પોતાના ઘરે બોલાવતી હતી, પરંતુ તે ગયા ન હતા. ઘણા સમય બાદ ધર્મરાજા યમ દ્વિતિયાના દિવસે તેમના ઘરે પહોંચ્યા હતા. પોતાના ભાઈના ઘરે આવવાની ખુશીમાં યમુનાએ તેના ભાઈનું સન્માન કર્યું અને તિલક લગાવીને તેની પૂજા કરી હતી. તે દિવસથી ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે.
ભાઈ બીજનું મહત્વ અને વિધી ભાઈ બીજ નિમિત્તે બહેન તેમના ભાઈની પૂજા કરે છે. બહેન ભાઇના ભાલ પર તિલક કરે છે અને તેમના લાંબા આયુષ્ય અને સલામતી માટે પ્રાર્થના કરે છે.
આ રીતે કરો ભાઇની પૂજા.
પૂજાની થાળીને ચંદન, કુમકુમ, ફળ, ફૂલ, મીઠાઈ અને સોપારી વગેરેથી સજાવો. ચોખાના લોટના મિશ્રણથી જમીન પર ચોરસ બનાવો અને તેના પર ભાઈને બેસાડીને તિલક કરો. ભાઈના તિલક પર ચોખા લગાવો અને તેમને ફળ, ફૂલ, સોપારી અને પતાશા આપી અને તેમની આરતી કરો. તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરો.
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
Important Link :
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
કઇ તારીખે ઉજવશો ભાઇ બીજ?
દ્વિતિયા તિથિ 26 ઓક્ટોબરના રોજ બપોરે 2:43 કલાકથી 27 ઓકટોબરે બપોરે 12:42 કલાક સુધી રહેશે.